Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના દુશ્મન દેશોને સબક શિખવાડ્યો
વોશિંગ્ટન તા. ૨૬ઃ નવા ચૂંટાયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ભારતના બે દુશ્મન દેશને સબક શિખવાડવાની જાહેરાત કરી છે. તેઓ સત્તા સંભાળતા જ પ્રાયોરિટીમાં જે કામ કરવાના છે તેમાં આ નિર્ણયનો સમાવેશ થાય છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટસના સતત વધતા ધસારાને લઈને કેનેડા અને મેક્સિકોથી આવતા તમામ ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે દેશમાં ગેરકાયદેસર રીતે આવતા ડ્રગ્સ માટે પણ ચીનને જવાબદાર ઠેરવ્યું છે.
ટ્રમ્પે સોમવારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં કહ્યું કે '૨૦ જાન્યુઆરીએ પદના શપથ લીધા પછી હું સૌથી પહેલું કામ કેનેડા, ચીન અને મેક્સિકોથી આવતા સામાન પર ટેરિફ લાદવાનું કરીશ.'
ટ્રમ્પે વધુમાં લખ્યું કે હજારો લોકો મેક્સિકો અને કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે અને તેઓ પોતાની સાથે ડ્રગ્સ અને ક્રાઈમ લાવી રહ્યા છે. જો કેનેડા અને મેક્સિકો ઈચ્છે તો તેઓ આ ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને રોકી શકે છે અને તેમની પાસે આવું કરવાની સત્તા પણ છે. તેથી કેનેડા અને મેક્સિકોથી આવતા ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે અને જ્યાં સુધી કેનેડા અને મેક્સિકો તેમની સરહદ દ્વારા યુએસમાં આવતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટસને અટકાવશે નહીં, ત્યાં સુધી તેઓએ ભારે ટેરિક ચૂકવવા પડશે.
ટ્રમ્પે ચીન પર નિશાન સાધતા કહ્યું કે ચીનથી મોટા પ્રમાણમાં દવાઓ ખાસ કરીને ફેન્ટાનાઈલ અમેરિકામાં આવી રહી છે. તેમણે ભૂતકાળમાં ચીન સાથે ડ્રગ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને ચીને ડ્રગ્સ પેડલર્સ સામે કડક પગલાં લેવાની વાત પણ કરી હતી પરંતુ તેમ છતાં અમેરિકામાં ફેન્ટાનાઈલ ડ્રગ્સનો ધસારો બેરોકટોક ચાલુ છે. આવી સ્થિતિમાં અમારી સરકાર દવાઓને રોકવામાં સક્ષમ ન હોવાથી ચીન પર વધારાના ૧૦ ટકા ટેરિફ લાદશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial