Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિટી બસ દ્વારા હાપા લઈ જવાયા
જામનગર તા. ૨૬ઃ જામનગરના ધાર્મિક સ્થળોના દ્વારે રાતવાસો કરનારા ૧૩ ભિક્ષુકોને ઠંડીને કારણે મહાનગરપાલિકા દ્વારા રેનબસેરામાં ખસેડાયા હતાં. મનપાની એસ્ટેટ શાખા તથા આઈસીડીએસ શાખાની ટુકડી દ્વારા તમામ ભિક્ષુકોને સિટી બસ મારફતે હાપા લઈ જવાયા હતાં.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા તેમજ આઈસીડીએસ શાખા દ્વારા શહેરના જુદા જુદા ધાર્મિક સ્થળોના દ્વારે ઠંડીમાં સૂઈ રહેલા નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૂપે સેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ૧૩ જેટલા ભિક્ષુકને હાપા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં તમામ લોકો માટે ચા-પાણી, નાસ્તો, ભોજન, રહેવા-ઓઢવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. જામનગર મહાનગર પાલિકા ના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા એસ્ટેટ શાખા તથા આઇસીડીએસ શાખાની ટુકડી મારફતે શહેરમાં હજુ પણ આવા જુદા જુદા ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ જો કોઈ નાગરિકો-ભિક્ષુકો ઠંડીમાં બહાર સૂઈ રહેલા હશે, તો તેઓને રેન બસેરા માં ખસેડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial