Advertisement
Author: નોબત સમાચાર

મોદી કેબિનેટ દ્વારા પાન ૨.૦ યોજનાને મંજુરીઃ કયૂઆર કોડ સાથે બનશે નવા પાનકાર્ડ

પાનકાર્ડને લઈને કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી તા. ૨૬ઃ ટૂંક સમયમાં પાનકાર્ડનું સ્વરૂપ બદલાઈ જશે. આ માટે રૂ.  ૧૪૩૫ કરોડના પ્રોજેકટને મોદી સરકારની કેબિનેટે મંજુરી આપી દીધી છે.

લોન માટે અરજી કરવી હોય કે બેંંક ખાતું ખોલાવવું હોય, ફલેટ ખરીદવો હોય કે પ્રોપર્ટી, પાન કાર્ડ આવશ્યક દસ્તાવેજોમાંનું એક છે. સરકારે આ પાન કાર્ડમાં મોટા ફેરફારો કર્યા છે. સોમવારે મોદી કેબિનેટની બેઠકમાં પાન ૨.૦ પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર આ પ્રોજેકટ માટે ૧૪૩૫ કરોડ રૂપિયા ખર્ચ કરશે. નવું પાનકાર્ડ હાલના પાનકાર્ડ કરતાં ઘણું અદ્યતન હશે ૧૦ અંકનું પાનકાર્ડ એક દસ્તાવેજ છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તેને વધુ અદ્યતન બનાવીને સરકાર તેને વધુ સારી અને સુરક્ષીત બનાવવા માંગે છે. તેનો હેતુ ડિજિટલ સુરક્ષાને મજબુત કરવાનો અને છેતરપિંડી અને ડેટા ચોરીની શકયતા ઘટાડવાનો છે.

નવા પાનકાર્ડમાં કયુઆર કોડ હશે. આ માટે પેપરલેસ એટલે કે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લોકોએ આ માટે કયુઆર કોડ સાથે પાન માટે અલગથી ખર્ચ કરવાની જરૂર નહીં પડે. સ્કેનર સાથે ફીટ કરાયેલા નવા પાન કાર્ડમાં ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.

કેન્દ્રિય કેબિનેટે નવા પાન કાર્ડને મંજૂરી આપી, સરકારે પાન ૨.૦ પ્રોજેકટને મંજૂરી આપી છે. આ પરોજેકટનો ઉદ્દેશ્ય પાન કાર્ડને વધુ સુરક્ષિત બનાવવા અને કરદાતાઓના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ને તમામ સરકારી એજન્સીઓ માટે સામાન્ય વ્યવસાય ઓળખકર્તા બનાવવાનો છે. આ સાથે, પાન કાર્ડની સારી ગુણવત્તાની સાથે, તેની સેવાને વધુ સરળ અને ઝડપી બનાવવી પડશે. નવું પાન કાર્ડ જુના પાન કાર્ડથી તદ્દન અલગ હશે. નવા પાન કાર્ડ એટેલે કે પાન ૨.૦ માં, કાર્ડ કયુઆર કોડ સાથે આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh