Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-કાલાવડ માર્ગ પર ઈકો કારના ચાલકે હડફેટે લેતાં સાળા-બનેવીના મૃત્યુ

નવી કારની ખરીદી માટે જામનગર આવી રહ્યા હતાઃ

જામનગર તા. ૨૬ઃ જામનગર-કાલાવડ માર્ગ પર ઠેબા ચોકડી આઈઓસી પાસે ગઈ સાંજે એક ઈકો કાર ચાલકે પોતાનું વાહન બેફિકરાઈ પૂર્વક ચલાવીને ડબલ સવારી બાઈકને હડફેટે લેતાં અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈક સવાર સાળા-બનેવી ના ગંભીર ઈજા થવાથી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. બનાવ અંગેની મળતી માહિતી મુજબ નવી કાર ખરીદવાની હોવાથી આ બંને કાલાવડથી જામનગર આવી રહ્યા હતા ત્યારે જામગનરની ભાગોળે જ અકસ્માતમાં બંને હતભાગીના મૃત્યુ નિપજ્યા હતા.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, જામનગર જિલ્લાના કાલાવડમાં રહેતા અને ફેબ્રીકેશનનું કામ કરતા દિનેશભાઈ રણછોડભાઈ સોંડાગરા નામના વૃદ્ધના ભાઈ ભૂદરજીભાઈના પુત્ર લક્ષ્મીકાંત ભાઈ તથા ભૂદરજીભાઈના જમાઈ રાજેશભાઈ ગંગાજળીયા ગઈકાલે સાંજે બાઈકમાં કાલાવડથી જામનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે જામનગરની ભાગોળે ઠેબા ચોકડી પાસે આઈઓસી સામેથી પસાર થતાં હતા ત્યારે જીજે-૧૦-ડીજે ૭૨૩૫ નંબરની ઈકો કારના ચાલકે પોતાનું વાહન તેજ ગતિમાં તેમજ ગફલતભરી રીતે ચલાવીને ડબલસવારી બાઈકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈક સવાર લક્ષ્મીકાંતભાઈ સોંડાગરા અને રાજેશભાઈ ગંગાજળીયાને ગંભીર ઈજા થતાં બંનેના મૃત્યુ નિપજ્યા હતા.

મળતી માહિતી મુજબ નવી મોટર ખરીદવાની હોવાથી તે બાબતે આ બંને જામનગર તરફ આવી રહ્યા હતા ત્યારે નગરની ભાગોળે પહોંચતા જ આ અકસ્માત થયો હતો. જેમાં સાળા-બનેવી બંનેએ પોતાના જીવ ગૂમાવ્યા હતા.

આ બનાવ અંગે દિનેશભાઈ રણછોડભાઈ સોંડાગરાએ ઈકો કારના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઈન્સ. એમ.એન. શેખે કાર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh