Advertisement
Author: નોબત સમાચાર

હાલારના વિદ્યાર્થીઓ માટે જળસંગ્રહ અંગેની યોજાયેલી સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ જામનગરના બે વિદ્યાર્થી ઝળકયા

બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા વોટર મેનેજમેન્ટ (અમદાવાદ)ના સહયોગથી

જામનગર તા. ૨૬ઃ જામનગરના બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશન દ્વારા વોટર મેનેજમેન્ટ ફોરમ (અમદાવાદ)ના સહયોગથી જિલ્લા તેમજ રાષ્ટ્રીય સ્તરની જળ-સંરક્ષણ અંગે પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં હાલારના બન્ને જિલ્લામાં ધો. ૫ થી ધો. ૧૨માં અભ્યાસ કરતાં ૩૪૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાઓ નકકી કરવા માટે નિર્ણાયકો તરીકે આશુતોષભાઈ ભેડા, નિતિનકુમાર પરમાર તથા રાજાભાઈ શિયાળે સેવા આપી હતી.

જામનગરની નંદ-વિદ્યાનિકેતન સ્કૂલમાં વિજેતાઓને પુરસ્કૃત કરવાનો સમારોહ યોજાયો હતો. આ સ્પર્ધામાં જિલ્લા સ્તરે વીર એસ. ડાભી (સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ) અને દીશા એસ. ડાભી (ગુ.શા. મહેતા કન્યા વિદ્યાલય) (પ્રથમ), ત્વેશા બી. શાહ (નંદ- વિદ્યાનિકેતન) અને જીયા એસ. રાબડીયા (જે.પી. મોદી સ્કૂલ) (દ્વિતીય) તથા જહાન્વી એમ. રાઠોડ (જૈન કન્યા વિદ્યાલય), વૃષ્ટિ એમ. પરમાર (નંદ-વિદ્યાનિકેતન) (તૃતીય) વિજેતા જાહેર કરાયા હતાં. આ સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે વૃષ્ટિ એમ. પરમાર તથા દિશા એસ. ડાભી દ્વિતીય ક્રમે વિજેતા થયા હતાં. વિજેતાઓને અમદાવાદના વોટર મેનેજમેન્ટ ફોરમના વિજય સોલંકી, જામનગરના પનોતા પુત્ર અને અગક્ષણી નવીનભાઈ વસોયા, તથા મહાનુભાવોના હસ્તે રોકડ ઈનામ, રેન્ક- સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, નવીનભાઈ વસોયા, વિજયભાઈ સોલંકી, નંદા-વિદ્યા નિકેતનના પ્રિન્સીપાલ રાધેશ્યામ પાંડેએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.

સંસ્થાના પ્રમુખ જીગ્નેશ શાહે સ્વાગત પ્રવચન કરી સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. મહેમાનોનો પરિચય કૃણાલ શેઠ, સમીર મહેતા અને રૂષભ શાહે આપ્યો હતો. સંસ્થાના કો. ઓર્ડીનેટર શરદ શેઠે સ્પર્ધાની વિગતો વર્ણવી હતી. જૈન સંગઠન ફાઉન્ડેશનના આદેશ મહેતા, સમીર મહેતા, હિતેશ મહેતા, કૃણાલ શેઠ, રૂષભ શાહ, નવીન કોઠારી, રક્ષીત શેઠ, કીર્તિ મહેતાએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh