Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્શન સાથે દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળવાની તકઃ
દ્વારકા તા. ૨૬ઃ દિવાળી વેકેશન બાદ ડિસેમ્બર મહિનામાં નાતાલ વેકેશનમાં પણ યાત્રિકો-પર્યટકોની ભીડ જોવા મળશે. આ માટે થઈ રહેલા એડવાન્સ બુકીંગને જોતા દ્વારકા હાઉસફૂલ રહેશે, તેમ જાણવા મળે છે.
દિવાળીના વેકેશનમાં દ્વારકા યાત્રાધામમાં લાખો ભાવિકોએ મુલાકાત લીધી હોય તહેવારોના સિઝનમાં યાત્રાધામમાં હાઉસફૂલ જેવી સ્થિતિ જોવા મળી હતી. હવે આગામી ડિસેમ્બર માસમાં પણ નાતાલનું વેકેશન આવી રહ્યું હોય ૨૦૨૪ના વર્ષના આખરમાં ડિસેમ્બર માસના વેકેશન ગાળામાં દિવાળીની જેમ જ ફેસ્ટીવલ ટ્રાફિક જોવા મળશે તેવી સંભાવના છે.
એક અંદાજ અનુસાર ડિસેમ્બર માસમાં દ્વારકામાં વિવિધ જગ્યાએ ભાગવત સપ્તાહ, ધ્વજાજી મનોરથના ખૂબ બુકીંગ નોધાયા હોય જેના કારણે ડિસેમ્બર મહિનામાં હોટલ, ગેસ્ટ હાઉસ, ભવન, ધર્મશાળાઓમાં પણ અત્યારથી જ બુકીંગ નોંધાઈ રહ્યા છે. ડિસેમ્બર માસમાં યાત્રાધામમાં લાખો યાત્રિકો તથા પ્રવાસીઓ દ્વારકા ક્ષેત્રની મુલાકાતે આવે તેવું જાણવા મળી રહ્યું છે.
હાલમાં શિયાળાનો પ્રારંભ થઈ ગયો હોય કાતીલ ઠંડીની સાપેક્ષમાં દરિયા કિનારાના પ્રમાણમાં હૂંફાળા વાતાવરણમાં ગુલાબી ઠંડીના અહેસાસ સાથે નાતાલના વેકેશનમાં દ્વારકા ઉપરાંત શિવરાજપુર બીચ, બેટ-દ્વારકા, નાગેશ્વર સહિતના સ્થળોએ પ્રવાસીઓ ઉમટશે.
શિયાળામાં શિવરાજપુર બીચના શાંત અને કાચ જેવા ચોખા પાણીમાં થતી એડવેન્ચરસ સ્કૂબા ડાઈવીંગ, ઓખામંડળના દરિયામાં જીવસૃષ્ટિ નિહાળવા સહિતની પ્રવૃત્તિઓ માટે પણ બેસ્ટ ગણાતો હોય તેમજ બેટ-દ્વારકાના દરિયામાં જોવા મળતી ડોલ્ફીન સહિતની પ્રવૃત્તિઓ માટે પણ ઉત્તમ સમય હોય નાતાલના વેકેશનમાં દ્વારકા માટે પ્રાઈમ ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial