Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સવારે ઉદ્દઘાટન કાર્યક્રમઃ
જામનગર તા. ર૮: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેનું ઉદ્ઘાટન ગુલાબકુંવરબા ઈન્ફ્રન્ટ વેલફેર એસો.ના સહયોગથી તા. ર૯-૬ ને શનિવારે સવારે ૧૦-૩૦ વાગ્યે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત ફિઝિયોથેરાપી સેન્ટર તથા ડેન્ટલ ક્લિનિક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રોડ, જામનગરમાં કરવામાં આવશે.
આ કેન્દ્રનું ઉદ્દઘાટન અજયભાઈ પટેલ (ચેરમેન - ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત/કો.ઓપ. બેન્ક ઓફ ઈન્ડિયાના હસ્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટે. કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, ડિસ્ટ્રીકટ કો.બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, આયુષ હોસ્પિટલના યુનિટ ડાયરેકટર ડો. સચિન અગ્રવાલ અને આઈએમએના પ્રમુખ ડો. ધવલભાઈ તરસાનીયા ઉપસ્થિત રહેશે.
જન ઔષધિ કેન્દ્રમાં દર્દીઓને રાહત ભાવે દવા આપવામાં આવશે તેમ નિમંત્રક ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-શાખાના ચેરમેન બિપીનભાઈ ઝવેરી, વા. ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, ટ્રેઝરર હરેન્દ્રભાઈ ભાડલાવાળા દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial