Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી

વરસાદી માહોલ વચ્ચે તાપમાનમાં ઘટાડોઃ

જામનગર તા. ર૮: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા હાલાર સહિત ગુજરાતના ઘણાં ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન જોવા મળી રહી છે. ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગગનમાં કાળાડીંબાગ વાદળો છવાઈ ગયા હતાં, પરંતુ વરસાદ ન થતા લોકો નિરાશ થયા હતાં.

નગરમાં મેઘાવી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી અને ૧ ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ પ થી ૧૦ કિ.મી.ની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકાથી વધુ રહેતા તથા પવનની ગતિ મંદ રહેતા ગઈકાલે પણ બફારો યથાવત્ રહ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh