Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ નિપજતા ધ્રાસણવેલમાં પ્રસરી ગમગીનીઃ
જામનગર તા. ૨૮: ઓખા મંડળના ધ્રાસણવેલમાં રહેતા એક મહિલાએ એકાદ વર્ષ પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. જન્મ પછી બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. તે બાબતથી સતત બેચેની અનુભવતા આ મહિલાએ ગયા સપ્તાહે ઝેરી દવા પી લીધી હતી. તેણીનું મૃત્યુ નિપજ્યંુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા ધ્રાસણવેલ ગામમાં રહેતા ભાવનાબેન હીરાભાઈ પરમાર (ઉ.વ.રપ) નામના પરિણીતાએ ગઈ તા.૧૮ની બપોરે પોતાના ઘરે રસોડામાં જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ પરિણીતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને બુધવારે તેમના માતા-પિતાના ઘેર લઈ જવાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા દ્વારકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વરવાળામાં રહેતા મૂળુભાઈ હાજાભાઈ વાઘેલાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ભાવનાબેનને બારેક મહિના પહેલાં સંતાનમાં પુત્રનો જન્મ થયો હતો.
જન્મ પછી આ બાળક અવસાન પામ્યો હતો. પુત્રના નિધનથી બેચેની અનુભવતા ભાવનાબેનને ક્યાંય ગમતું ન હતું. તેના કારણે તેણીએ ગયા સપ્તાહે વિષપાન કરી લીધુ હતું. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial