Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિ.આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ ટીમો બનાવી આરોગ્ય સર્વેની કામગીરીઃ
જામનગર તા. ર૮: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન તળે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોનું રસીકરણ પૂર્ણ કરાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના સબ સેન્ટર જોગવડ ગામમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ ટીમ બનાવીને રૂટીન આરોગ્ય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોગવડ ગામમાં પરપ્રાંતિય મજૂરોની ખૂબ જ અવર જવર રહેતી હોય છે અને અમૂક લાભાર્થીઓ રસીકરણ વિષે વિવિધ અફવાઓથી ડરીને લાભથી વંચિત રહી ગયા હોવાનું સામે આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડો. વિનય કુમાર અને વિજયભાઈ જોશી દ્વારા શંકાસ્પદ ડીપ્થેરિયા કેસ, ઓરી રૂબેલા કેસ બાબતે જોગવડ ગામની મુલાકાત લેવામાં આવી હતી. તેઓની ક્ષેત્રીય મુલાકાત દરમિયાન રસીકરણના કરાવ્યું હોય તેવા બાળકો આ વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું.
વિનય કુમાર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લાલપુર તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.ડી. પરમારને જોગવડ ગામમાં ખાસ સર્વે ટીમો દ્વારા વ્યવસ્થિત રીતે હેલ્થ સર્વેલેન્સ કરાવવાની ખાસ સુચના અપાઈ હતી. લાલપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમાર, સુપરવાઈઝર ટીએમપીએસ મકવાણાભાઈ, ટીએચવી નઝમાબેન કંઠીયા, મેડિકલ ઓફિસર ડો. આંબલીયા, આયુષ ટીમના ડો. માનસી મેડમ સાથે રૂટીન હેલ્થ સર્વેલન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રૂટીન આરોગ્ય સર્વેન્સમાં લાલપુર તાલુકાની કુલ ૩૦ ટીમ બનાવીને જોગવડ ગામના કુલ ૩૦ એરીયા કવર કરવામાં આવ્યા હતા અને આ સર્વેમાં જેટલા રસીકરણથી અરક્ષિત બાળકો તેમજ સગર્ભા માતાઓની યાદી બનાવવામાં આવી હતી. આ સાથે લાભાર્થીઓ માટે આયુષ્માન કાર્ડની કામગીરી અને આભા આઈડી કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ૩ દિવસ ચાલેલી આ રસીકરણ ઝુંબેશમાં પરપ્રાંતીય શ્રમિકોને સરળ ભાષામાં કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓ રસીકરણ માટે સહમત બનતા ૧૦ સગર્ભા માતાઓ અને ૬૮ બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial