Advertisement
Author: નોબત સમાચાર

સંસદની વિશેષાધિકાર સમિતિએ વર્ષ ર૦ર૩માં સંસદમાં અવરોધ બદલ ૧ર સાંસદોને ઠરાવ્યા દોષિત

સમિતિએ સંજયસિંહની માફી સ્વીકારીઃ ભવિષ્યમાં ખ્યાલ રાખવાની ચેતવણી

નવી દિલ્હી તા. ર૮: રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિએ ગુરૂવારે વિપક્ષના ૧ર સાંસદોને ગયા વર્ષે ઓગષ્ટમાં સંસદની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા બદલ ગેરવર્તણૂકના દોષિત ઠેરવ્યા છે.

આ ૧ર સાંસદોમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ પણ સામેલ છે. સમિતિએ આ ૧ર સાંસદોને ચેતવણી આપી છે કે તે ભવિષ્યમાં આ પ્રકારની વર્તણૂક કરવાથી બચે. ગુરૂવોરે વિશેષાધિકાર સમિતિએ સંસદના ઉપલા ગૃહમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં તેણે આપ સાંસદ સંજયસિંહને અધ્યક્ષના નિર્દેશોની અવગણના કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. સમિતિએ આ કેસમાં સંજયસિંહની માફી સ્વીકારી હતી અને માન્યું હતું કે તેમને મળેલી સજા પૂરતી છે. તેણે આપ સાંસદના સસ્પેન્શનને પણ રદ કરવાની ભલામણ કરી છે.

આપ સાંસદને ર૪ જુલાઈ, ર૦ર૩ ના રોજ એક પ્રસ્તાવ દ્વારા સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. તેમના પર ઈરાદાપૂર્વક અધ્યક્ષના નિર્દેશોની અવગણના કરવા, વારંવાર સંસદના નિયમોનું ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સંજયસિંહ ઉપરાંત શક્તિસિંહ ગોહિલ, સુશીલકુમાર ગુપ્તા, સંદીપકુમાર પાઠક, સૈયદ નાસીર હુસેન, ફૂલો દેવી નેતામ, જેબી માથેર હિશામ, નારણભાઈ જે. રાઠવા, એલ હનુમન્થેઆહ, કુમાર કેતકર, રણજીત સંજન અને ઈમરાન પ્રતાપગઢીને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh