Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોપીઓએ સપ્લાયરનું નામ ઓકી નાખ્યંુ:
જામનગર તા. ૨૮: જામનગરની રણજીતનગર શાક માર્કેટ પાસેથી જઈ રહેલી એક રિક્ષામાંથી પોલીસે દારૂની ૨૮ બોટલ પકડી પાડી છે. આ જથ્થા સાથે ઝડપાયેલા બે શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. લાલપુર નજીક ગોવાણા ચેકપોસ્ટ પર એક્સેસ સ્કૂટરમાંથી દારૂની પોલીસે અડધી બોટલ કબજે કરી છે.
જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલી શાક માર્કેટ પાસે રિક્ષામાં દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી પરથી ગઈકાલે બપોરે ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧-એવાય ૩૨૭૨ નંબરની રિક્ષા પસાર થતાં તેને રોકાવી તલાશી લેવાતા તે રિક્ષામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૨૮ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે ગોકુલનગરમાં સાયોના શેરીમાં રહેતા હંસરાજ નરશી પરમાર ઉર્ફે બાબુ સતવારા તથા કૃષ્ણ નગરવાળા વિવેક હરીશભાઈ રાઠોડ નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ તે જથ્થો વિરલ ઉર્ફે વીડી વિજય દુધરેજીયા પાસેથી લીધો હોવાની કબૂલાત કરી છે. પોલીસે દારૂ, રૂ.પ૦ હજારની રિક્ષા, એક મોબાઈલ મળી કુલ રૂ.૭૪ હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
લાલપુર નજીક ગોવાણા ચેકપોસ્ટ પરથી ગઈકાલે સાંજે પસાર થયેલા જીજે-૧૦-ડીએલ ૮૪૦૩ નંબરના એક્સેસને રોકાવી પોલીસે ચેક કરતા ગોકુલનગર નજીકના રામનગર શેરી નં.૭માં રહેતા ભીમશી ગોવાભાઈ કરમુરની તલાશી લેવાતા તેના કબજામાંથી દારૂની અડધી બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, સ્કૂટર સહિત રૂ.૪૦,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial