Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નકલી આઈકાર્ડ, એરગન, ધોકો, બાઈક કબજે કરાયાઃ
જામનગર તા. ૨૮: ખંભાળિયાથી ભાણવડ વચ્ચેના ધોરીમાર્ગ પર ગઈરાત્રે પોલીસનો સ્વાંગ રચી બે શખ્સ વાહનચાલકોે પાસેથી પૈસા પડાવતા હતા. ત્યારે જ પ્રગટેલી અસલી પોલીસે બંને શખ્સને દબોચી લીધા છે. આ શખ્સોના કબજામાંથી ધોકો, એરગન, નકલી આઈકાર્ડ , મોટરસાયકલ કબજે કરાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસે કેટલાક વ્યક્તિઓ પોલીસનો સ્વાંગ રચી ધોરીમાર્ગ પર ઉભા રહી જઈ વાહનચાલકોને રોકી પૈસા પડાવતા હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના પગલે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે ખંભાળિયાના પીઆઈ બી.જે. સરવૈયાને વોચ રાખવા સૂચના આપી હતી.
તેના અનુસંધાને પોલીસ દ્વારા ગોઠવાયેલી વોચમાં ખંભાળિયા-ભાણવડ રોડ પર ગઈરાત્રે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં માંઝા ગામના પાટિયા પાસે જીજે-૧૦-ટીવી ૬૮૯૮ નંબરનો ટ્રક ઉભો રાખવામાં આવ્યો હોવાની વિગત મળી હતી.
ત્યાં દોડી ગયેલી ખંભાળિયા પોલીસે આ ટ્રકના ડ્રાઈવર પાસેથી રૂ.૨૦૦ પડાવી રહેલા ખંભાળિયા તાલુકાના કોલવા ગામના સામત ગોવિંદભાઈ કરંગીયા અને ભટ્ટ ગામના દિનેશ મેઘાભાઈ પરમાર નામના બે શખ્સને દબોચી લીધા હતા.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓ નકલી પોલીસ બની આવી રીતે વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા હોવાની કબૂલાત મળી છે. આ શખ્સોના કબજામાંથી નકલી આઈકાર્ડ, એરગન તથા ધોકો મળી આવ્યા છે. પોલીસે આ શખ્સોનું મોટર સાયકલ પણ કબજે કરી લીધુ છે. આ પ્રકારે કોઈ વાહનચાલક સાથે છેતરપિંડી કરવામાં આવી હોય કે ધમકાવવામાં આવ્યા હોય તો તેઓએ ખંભાળિયા પોલીસનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial