Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની ખેંચ અનુભવી રહેલી દેશની રાજધાની પાણી... પાણી...
નવી દિલ્હી તા. ર૮: દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે અને ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધોધમાર વરસાદ વરસતા દિલ્હી પાણી પાણી થઈ ગયું છે.
ઉત્તર ભારતમાં વરસાદે ધમાકેેદાર એન્ટ્રી કરી દીધી છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હી તેમજ એનસીઆરના વિવિધ વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે રોડ-રસ્તા પર પાણી ભરાયા છે, તો વરસાદની આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ર૯ અને ૩૦ જૂને દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર ર૭ જૂન રાતે ૮ વાગ્યાથી ધોધમાર વરસાદ પડ્યો. સવારે પાંચ વાગ્યા સુધી ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા હતાં. એક તરફ દિલ્હીમાં અત્યાર સુધી પાણીનો પોકાર હતો ત્યારે હવે આખુ દિલ્હી પાણી પાણી થઈ ગયું છે.
દિલ્હી અને એનસીઆર વિસ્તારોમાં ભારે વરસાદ પછી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. દિલ્હીનો મોતી બાગ, ધૌલા કૂઆન, શાંતિ પથ, મિન્ટો રોડ, મૂળચંદ માર્ગ, આઈટીઓ સિવાય નોઈડાના સેક્ટર ૬ર મા રસ્તાઓ પર ભારે પાણી જોવા મળ્યું હતું. રસ્તા પર પાણી જમા થવાના કારણે આઈટીઓમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સમાચાર એજન્સીએ શેર કરેલા વીડિયોમાં રોડ-રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial