Advertisement
Author: નોબત સમાચાર

પૂણે - બેંગલુરૂ નેશનલ હાઈ-વે પર ટ્રક સાથે ટેમ્પો અથડાતા ૧૩ ના કરૂણ મૃત્યુ

ચિંચોણી માતાના દર્શન કરી પરત ફરતા સર્જાયો અકસ્માતઃ

બેંગલુરૂ તા. ર૮: કર્ણાટકમાં પૂણે-બેંગલુરૂ હાઈવે પર ટ્રક સાથે ધડાકાભેર ટ્રાવેલર ટેમ્પો અથડાતા ૧૩ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.

કર્ણાટકમાં એક ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હાવેરી જિલ્લામાં પૂણે-બેંગલુરૂ નેશનલ હાઈ-વે પર એક માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોના મોત થયા છે. આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.

નેશનલ હાઈ-વે પર થયેલા અકસ્મામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગલુરૂ નેશનલ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. તે હાઈ-વે પાર્ક કરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. આગળ બેઠેલા લોકોના મૃતદેહ ચોંટી ગયા હતાં.

ઘટનાની તસ્વીરો પણ સામે આવી છે. જેમાં રેસ્ક્યુ ટીમ ઘાયલ અને મૃતકોને હટાવતી જોઈ શકાય છે. આ અકસ્માતમાં પ્રવાસીઓને ઘણું નુક્સાન થયું હતું. પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો શિમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં હોલેહોન્નુર પાસેના એમ્મીહટ્ટી ગામના રહેવાસી હતાં. કલબુર્ગી જિલ્લામાં ચિંચોલી માયમ્માની મુલાકાત લઈને પોતાના વતન પરત ફરી રહ્યાં હતાં, ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા ૧૩ લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

હાવેરીના એસપી અંશુકુમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ફાયરબ્રિગેડ અને પોલીસ કર્મચારીઓએ ટીટી વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ૧૩ લોકોના મોતના સમાચાર સાંભળીને એમ્પેહટ્ટી ગામના લોકો આઘાતમાં છે અને ગામમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh