Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની ખેતી બેંકની ૭ર મી વાર્ષિક સામાન્ય સભાઃ
જામનગર તા. ર૮: ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ., (ખેતી બેંક) ની ૭ર મી વાર્ષિક સાધારણ સભા પંડિત દીનદાયળ ઉપાધ્યાય ઓડીટોરિયમમાં બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ગુજરાત પ્રદેશ સહકારીતા સેલના અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા), ગુજરાત રાજ્ય સહકારી સંઘના ચેરમેન ઘનશ્યામભાઈ અમીન, જીસીએસએમએફના ચેરમેન શામળભાઈ પટેલ, ગુજરાત હાઉસીંગ ફાઈનાન્સ કોર્પોરેશનના ચેરમેન દેવરાજભાઈ ચીખલિયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી તથા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ તેમજ તમામ તાલુકાઓમાંથી ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
બેંકની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત ખેડૂત પ્રતિનિધિઓને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કરી રાજ્યની શાખાઓમાં પધારેલા ખેડૂત ભાઈ-બહેનોને જૈવિક ખેતી અને રસાયણિક જંતુનાશક દવાથી થનાર નુક્સાન અને પ્રાકૃતિક ખેતીથી થનાર ફાયદા વિશે માહિતી આપી હતી. તેઓ દ્વારા લિખીત 'પ્રાકૃતિક કૃષિ' વિશેનું પુસ્તક સભામાં ઉપસ્થિત સર્વે પ્રતિનિધિઓને બેંક દ્વારા આપવામાં આવ્યું હતું.
બેંક દ્વારા રાજ્યના ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન મળી રહે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો તમામ ખેડૂતોને ઘેર બેઠા મળે તેવા આશયથી 'કૃષિ વિચાર' માસિક મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના પ્રાકૃતિક કૃષિથી પાક ઉત્પન્ન કરનાર પ્રગતિશીલ ૧૧ ખેડૂતોનું પણ રાજ્યપાલના હસ્તે અભિવાદન કરવામાં આવેલ અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
બેંકના સભાસદો અને થાપણદારોને ઘેર બેઠા બેંકની સેવાઓની સુવિધા મળી શકે તે માટે બેંકે ડીજીટલ કામગીરીને વેગ આપવા ટેબ્લેટ બેન્કીંગ મારફત ડોર સ્ટેપ સર્વિસનું લોન્ચીંગ સામાન્ય સભામાં મહામહિમ રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું.
બેંકના ખાતેદારોને સરળતાથી બેંક સાથે જોડવા માટે કોલ સેન્ટરની સુવિધા ચાલુ કરવામાં આવેલ છે. આ સુવિધા શરૂ કરવાથી ખેડૂત ખાતેદારો શાખા/કચેરીમાં એફ.ડી.ના વ્યાજ દર જાણી શકશે, લોનના હેતુઓ તથા વ્યાજ દરની માહિતી લઈ શકશે, લોન ભરવા માટેના હપ્તાની માહિતી મેળવી શકશે તથા લોન લેવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડતી હોય તો બેંકની હેડ ઓફિસે મોબાઈલ દ્વારા સંપર્ક કરી શકે છે.
બેંકના ચેરમેન ડોલરભાઈએ બેંકની વર્ષ ર૦ર૩-ર૪ ના નાણાકીય વર્ષની કામગીરીનો ચિતાર રજૂ કરેલ અને જણાવેલ કે બેંકે કુલ રૂ. ૬૪ કરોડનો ચોખ્ખો નફો કરી અત્યાર સુધીનો સૌથી વધુ નફો કરી ઐતિહાસિક કામગીરી કરેલ છે અને સતત બીજીવાર બેંકે નેટ એન.પી.એ. ૦ ટકાની સિદ્ધિ હાંસલ કરેલ છે. જે બેંક માટે ગૌરવ લેવા જેવી બાબત છે. બેંકની તમામ ૧૭૭ શાખાઓ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગયેલ છે. ખેડૂતોના હિતની વાત કરતા ચેરમેને જણાવેલ કે ગત્ વર્ષે બેંકના ૩ લોન ખાતેદારોના અકસ્માતે અવસાન થતા તેઓને મહામહિમ રાજ્યપાલના હસ્તે બેંકની સભાસદ અકસ્માત વીમા યોજનાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial