Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ દ્વારા
જામનગર તા. ર૮: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર દ્વારા જિલ્લામાંથી કોલેરા રોગને નાબૂદ કરવા તથા કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અંદાજે પ૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા હતાં. જેમાં સંસ્થાના તમામ ફેકલ્ટી, ટ્યુટર, એસ.આર. રેસિડન્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, મહાનગરપાલિકાનો તમામ તબીબી સ્ટાફ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રોફેસર અને મેડિસન વિભાગના વડા ડો. મનિષ મહેતા, અધિક ડીનશ્રી અને નોડલ ઓફિસર ડો. એસ.એસ. ચેટરજી, એસો. પ્રોફેસર-મેડિસન અને નોડલ ઓફિસર ડો. બી.આઈ. ગોસ્વામી, બાળ રોગ નિષ્ણાત ડો. નમ્રતા મકવાણા, લેબોરેટરી નિષ્ણાત ડો. પુષ્પા કટેસિયા, પી.એસ.એમ. વિભાગ નિષ્ણાત ડો. કપિલ ગંધા, બાળ રોગ વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા વિશે વિગતવાર માહિતી આપીહતી. જામનગર મહાનગર પાલિકાના એમ.ઓ.એચ. ડો. ગોરી તથા તેમની ટીમ તથા જિલ્લા પંચાયતમાંથી ડીએસઓ તેઓની ટીમ સાથે તાલીમ દરમિયાન હાજર રહ્યા હતાં તથા તેઓ દ્વારા કોલેરા અંગે કરવામાં આવતી કામગીરી વિશે તમામને માહિતી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial