Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭: જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં રૂ. ૧૩ કરોડ ૧૭ લાખના વિવિધ વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ૧૨ સભ્ય ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૧૦૦ થી પ૦૦ એમ.એમ. ડાયા.ના કે-૭ ક્લાસ ડીઆઈસીએલ પાઈપ (વીમ રબ્બર ગાસ્કેટ) કન્ફર્મિંગ ૩ આઈએસ બીયરીંગ આઈએસઆઈ માર્ક એન્ડ સ્યુટેબલ ફોર યુથ ઓન જોઈન્ટ અંગેની દરખાસ્ત અન્વયે રૂ. ૮ કરોડ ૨૩ લાખના ખર્ચે મંજુર કરાયો હતો.
૧૦૦ થી ૬૦૦ એમએમ ડાયા.ના સીઆઈ સ્લુઝ વાલ્વ ફોર વોટર વર્કસ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સિટી વિસ્તાર માટે વાર્ષિક રૂપિયા ૧ કરોડ ૧૮ લાખનું ખર્ચ મંજુર રખાયું હતું.
ડીઆઈ ફ્લાન્સ સોકેટ સ્પીગોટ બેન્ડ્ઝ, ટીઝ, રીડ્યુસર એન્ડ કાસ્ટ આર્યન જોઈન્ટ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન માટેની દરખાસ્તમાં રૂ. ૮૬.૯૮ લાખનો વાર્ષિક ખર્ચ મંજુર રખાયો હતો.
સાત રસ્તા સર્કલ, સ્વામી વિવેકાનંદ ગાર્ડન, નેવીલ પાર્ક, આનંદ બાગને ઓપરેશન એન્ડ મેન્ટનન્સ મટે રૂ. ૭ લાખ ૫૦ હજારનો ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં. ૧, ૬ અને ૭ માટે કેનાલ બ્રીજના કામ માટે રૂ. પાંચ લાખ અને વોર્ડ નં. ૮, ૧પ અને ૧૬ માટે રૂ. પાંચ લાખનું ખર્ચ મંજુર કરાયું છે. વોર્ડ નં. ૮, ૧પ અને ૧૬ મા ગાર્ડન કામ માટે વાર્ષિક રૂ. પાંચ લાખનું ખર્ચ મંજુર કરાયું છે.
મેટલ, મોરબ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાના કામ માટે વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર માટે રૂ. સાત લાખ પચાસ હજારનું ખર્ચ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ માટે રૂ. ૭ લાખ ૫૦ હજાર તથા ૮, ૧પ અને ૧૬ માટે રૂ. ૭.૫૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
ટ્રાફિક વર્કસના સ્ટ્રેન્થનીંગ એન્ડ અપગ્રેડેશનના કામ માટે વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧ર માટે રૂ. પાંચ લાખ તથા વોર્ડ નં. ર, ૩ અને ૪ માટે રૂ. પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. તેમજ પ, ૯, ૧૩ અને ૧૪ માટે રૂ. પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો છે. યાદવનગરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા માટે રૂ. ૧૪.૪૨ લાખનો ખર્ચ માન્ય રાખવામાં આવ્યો છે.
વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા સ્ટ્રેન્થનીંગ એન્ફ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂ. પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
વોર્ડ નં. ૧, ૬, ૭, પ, ૯, ૧૩ અને ૧૪ માં ગાર્ડન હેતુ માટે વોટર ટેન્કર વડે રોડ સાઈટ વૃક્ષને પાણી પીવડાવવા માટે રૂ. ૧.૨૪ લાખનો ખર્ચ મંજુર કરાયો છે તથા વોર્ડ નં. ૧ થી ૧૬ મા ગાર્ડન હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વીથ લેબર, લેબર સપ્લાયના કામની દરખાસ્ત અન્વયે રૂ. ૪ લાખ ૧૨ હજારનો ખર્ચ માન્ય રાખવામાં આવ્યો હતો.
વોટર વર્કસ શાખા માટે ગેલ્વેનાઈઝ તથા બોરીંગ આઈટમ ખરીદી માટે વાર્ષિક રૂ. ૧૫ લાખનો ખર્ચ મંજુર કરાયું છે.
સિક્યોરીટી સ્ટાફ માટે ૧૩ લાખ ૩૭ હજારનું ખર્ચ, સોલીડ વેસ્ટ શાખા માટે બેકહો લોડર નંગ-૩ અને ત્રણ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સહિતનો રૂ. ૧ કરોડ ૭૩ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
પશુ સારવાર માટે એનીમલ એમ્બ્યુલન્સ બે નંગ અને મોબ એક્ટિવિટી વાહન (કાર) ભાડેથી લેવા માટેનું રૂ. ૩.૭૨ નું ખર્ચ મંજુર કરાયું છે. ફાયર શાખા હસ્તકના ભંગાર વાહનો વેંચાણ કરવાની દરખાસ્ત અન્વયે રૂ. ૧૦ લાખ ૩૬ હજારની આવક થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial