Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યસભા પ્રારંભમાં ચાલી, પરંતુ પછીથી હોબાળોઃ
નવી દિલ્હી તા. ર૮: 'નીટ' મુદ્દે વિપક્ષના હોબાળાને લીધે લોકસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્ય સભામાં પણ કેટલાક મુદ્દે ચર્ચા થયા પછી હોબાળો થયો હતો.
૧૮ મી લોકસભાના સંસદ સત્રના પાંચમા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં નીટ મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માગ કરવામાં આવી હતી. જેના પગલે હોબાળો થતા કાર્યવાહી બપોરના ૧ર વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી, જો કે નીટ મુદ્દે જોરદાર બબાલ વચ્ચે ફરી એકવાર ૧ર વાગ્યે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષ નીટ પર ચર્ચાની માગ પર અડગ રહેતા હોબાળાની સ્થિતિ જળવાઈ રહી હતી. જેના પગલે ફરી એકવાર કાર્યવાહી અટકાવવી પડી હતી.
લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે રાજ્યસભામાં પણ ભારે હોબાળાની સ્થિતિ વચ્ચે પ્રારંભિક ભાષણો થયા હતાં.
ઉલ્લેખનિય છે કે, સંસદના બન્ને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદીના અભિભાષણ પછી ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના ૧૩ પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી, જો કે કાર્યવાહી શરૂ થતા જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે ચર્ચાની માગ કરતા હોબાળો શરૂ થઈ ગયો હતો.
લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં નીટનો મુદ્દો ઊઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ નીટ પર ચર્ચાની માગ કરી હતી. તેની સામે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે રાષ્ટ્રપતિ સંબોધન પર ચર્ચા દરમિયાન કોઈપણ વિષયને ઊઠાવી શકો છો. તમે તમારા મંતવ્યો વિગતવાર રજૂ કરી શકો છો. રાહુલ ગાંધીએ સ્પીકરને બે મિનિટનો સમય આપવાની માંગ કરી હતી. તેના પર સ્પીકરે કહ્યું કે તમે બે મિનિટ નહીં પણ તમારી પાર્ટીનો પૂરો સમય લઈ લેજો. ત્યારપછી સ્પીકરે સભ્યોને તેમના નામની સામે ચિન્હિત કરેલા ફોર્મને ગૃહના ટેબલ પર મૂકવા કહ્યું. જેના પર વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે ૧ર વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. પછી ગૃહ સોમવાર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial