Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં સફાઈકામ કરતા મહિલાનું ખુંટીયાની ઢીંકે ચઢ્યા પછી થયું મૃત્યુ

રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધોઃ

જામનગર તા. ર૮: દ્વારકા શહેરમાં દસેક દિવસ પહેલાં રોડ પર સફાઈકામ કરી રહેલા એક મહિલાને ખુંટીયાએ ઢીંક મારી પછાડી દીધા હતા. ગંભીર ઈજા પામેલા સફાઈ કામદાર મહિલાનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

દ્વારકા શહેરના ટીવી સ્ટેશન રોડ પર રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સાનુબેન વીસાભાઈ સોલંકી (ઉ.વ.૨૯) નામના મહિલા ગઈ તા.૧૬ની સવારે દ્વારકામાં કચ્છી સમાજની વાડી પાસે સફાઈકામ કરતા હતા.

આ વેળાએ ઝનૂને ભરાયેલો એક ખુંટીયો દોડી આવ્યો હતો. તેણે સાનુબેનને ઢીંકે ચડાવ્યા હતા. ઈજા પામેલા આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેણીનું બુધવારે મૃત્યુ નિપજ્યું છે. વિક્કીભાઈ વીસાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. રખડતા ઢોરની ઢીંકે ચઢી જવાથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh