Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપરથી સૂચના આવતા દબાણ હટાવવાનું 'નાટક'!
જામનગર તા. ર૮: જામખંભાળિયાના શારદા સિનેમા રોડ જેવા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર ખડકી દેવાયેલા દબાણને હટાવાયા પછી કલાકોમાં જ દબાણ 'જેમ હતું તેમ થઈ જતા' નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.
ખંભાળિયાના શારદા સિનેમા રોડ પર એક દુકાનદારે ટ્રાફિકને અડચણ થાય તે રીતે અને બાજુના વેપારીને નડતરરૂપ બને તેવી રીતે સરકારી જમીન પર કેબિનનું દબાણ કર્યું હતું.
આ દબાણ હટાવવા મૌખિક રજૂઆતો પછી ભવ્ય એ. ગોકાણી નામના વેપારીએ નગરપાલિકા, પોલીસ, મામલતદાર વગેરે કચેરીઓમાં અવારનવાર લેખિત રજૂઆતો કરી હતી. આમ છતાં કોઈ તંત્રએ આ દબાણ નહીં હટાવતા સરકારી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી, જેના પગલે ઉપરથી સૂચના આવતા તા. ર૭ ના બપોરે નગરપાલિકાના તંત્રએ આ દબાણ હટાવવા કાર્યવાહી કરી હતી.
પરંતુ આશ્ચર્યજનક રીતે આ હટાવાયેલી કેબિન કલાકોમાં જ જાહેર માર્ગ પર ગોઠવાઈ ગઈ છે. આ સ્થિતિ જોતા એમ લાગે છે કે, આ દબાણ હટાવવાની તસ્વીરો પાડી ઉપરી અધિકારીને મૂર્ખ બનાવવામાં આવ્યા છે કે શું? સવાલ એ પણ ઊભો થાય છે કે આ દબાણવાળી કેબિન નગરપાલિકાએ જપ્ત શા માટે નથી કરી? શું દબાણકારની દાદાગીરી સામે નગરપાલિકાનું તંત્ર વામણું છે? ખંભાળિયામાં આ દબાણનો કિસ્સો ભારે ચકચારી બન્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial