Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિટર્જન્ટ કંપની સાથે રૂ.૪૧ લાખની છેતરપિંડીઃ
જામનગર તા. ર૮: દ્વારકા નજીક કુરંગામાં આરએસ પીએલ કંપનીમાં સોડાએશનો જથ્થો ભરીને આવતા ત્રણ ટ્રકમાં ઓરીજીનલ સોડાએશ કાઢી લઈ નકલી પાવડર ભેળવી દેવાતો હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. કંપનીના કર્મચારીએ રૂ.૪૧ લાખ ઉપરાંતનો જથ્થો કાઢી લઈ ત્રણ ટ્રકના ચાલક અથવા માલિકે વિશ્વાસઘાત આચર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
દ્વારકા નજીક આવેલા કુરંગા ગામ પાસે આરએસ પીએલ કંપનીમાં બનાવવામાં આવતા ડિટર્જન્ટ પાવડર માટે કંપની દ્વારા લાઈટ સોડાએશ મંગાવવામાં આવે છે. કંપનીમાં તે જથ્થો ભરીને લાવતા કેટલાક ટ્રકમાં સોડાએશના જથ્થામાં ભેળસેળ કરી ગુણવત્તા બગાડવામાં આવતી હોવાની વિગતો કંપનીના અધિકારી સુધી પહોંચી હતી.
તે વિગતના આધારે તપાસ કરાતા કંપનીના કર્મચારી પ્રશાંત નર્મદાપ્રસાદ શુકલાને જાણકારી મળી હતી કે, જીજે-૧ર-બીએક્સ ૮૯૦૪, જીજે-૧૧-વીડી ૬૮૦૭, જીજે-૧૨-બીવાય ૭૫૩૫ નંબરના ત્રણ ટ્રકમાં ભેળસેળવાળો સોડા એશનો જથ્થો આવ્યો છે.
તે પછી પ્રશાંત શુકલાએ ગઈ તા.૨૭ માર્ચથી તા.૧૬ મે સુધીમાં ઉપરોક્ત ત્રણ ટ્રકમાં પંરદથી પચ્ચીસ ટકા જેટલો લાઈટ સોડાએશનો જથ્થો કાઢી લેવામાં આવ્યો હોવાની અને તેની જગ્યાએ હલકો પાવડર ભેળવી દઈ કંપની સાથે રૂ.૪૧,૫૮,૫૩૦ની રકમની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસમાં ફરિયાદ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial