Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયની ૧૭ નગરપાલિકાઓમાં ભાગ-ર માટે ૩૧૧ કરોડથી વધુના કામો મંજૂરઃ
ખંભાળીયા તા. ર૮: રાજ્યની ૧૭ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર માટે કુલ રૂ. ૩૧૧.ર૩ કરોડના કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. જેથી સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૧૭ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના ભાગ-ર ના કામો હાથ ધરાશે. વનમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા, જામરાવલ, ભાણવડ તેમજ પોરબંદરની રાણાવાવ નગરપાલિકાઓનો સમાવેશ કરાયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નગરોમાં વસતા નાગરિકોની સુવિધામાં વધારો કરવા રાજ્યની ૧૭ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર માટે કુલ રૂ.૩૧૧.૨૩ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, તેમાં વન મંત્રી મુળુભાઇ બેરાના પ્રયાસોથી તેમના મત વિસ્તાર દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા, ભાણવડ, જામરાવલ તેમજ પોરબંદરની રાણાવાવ નગરપાલિકાના વિકાસ કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની લગભગ તમામ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર ભાગ-૧ના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. ભાગ-૧ના કામો પૂર્ણ થયા બાદ વિકાસ પામેલા વિસ્તારોમાં તેમજ ભાગ-૧ના કામોની જરૂરી સુધારણાને આવરી લેવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભુગર્ભ ગટર ભાગ-૨ના કામોનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યની માંડવી (સુરત), જંબુસર, પાટડી, ખંભાત, ઓડ, ખંભાળીયા, જામરાવલ, ભાણવડ, રાણાવાવ, રાપર, માંડવી (કચ્છ), માળિયા-મિયાણા, ગણદેવી, કાલાવડ, સિક્કા, ધ્રોલ તેમજ ભાયાવદર નગરપાલિકામાં ભુગર્ભ ગટરના કામોને મંજૂરી આપવામાં આવી છે.
ભૂગર્ભ ગટર યોજના ભાગ-૨ના કામો પૂર્ણ કરવા દેવભૂમિ દ્વારકાની ખંભાળીયા નગરપાલિકાને રૂ.૨૯.૯૨ કરોડ, જામરાવલ નગરપાલિકાને રૂ. ૭.૦૬ કરોડ, ભાણવડ નગરપાલિકાને રૂ.૫.૧૨ કરોડ, પોરબંદરની રાણાવાવ નગરપાલિકાને રૂ.૨૪.૪૨ કરોડ, જામનગરની કાલાવડ નગરપાલિકાને રૂ.૯.૭૯ કરોડ, સિક્કા નગરપાલિકાને રૂ.૯.૯૮ કરોડ, ધ્રોલ નગરપાલિકાને રૂ.૭.૫૪ કરોડ, કચ્છની માંડવી નગરપાલિકાને રૂ.૨૯.૫૪ કરોડ, રાપર નગરપાલિકાને રૂ.૧૨.૪૦ કરોડની રકમના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત આણંદની ખંભાત નગરપાલિકાને રૂ.૨૭.૦૧ કરોડ, ઓડ નગરપાલિકાને રૂ.૧૬.૫૨ કરોડ, સુરતની માંડવી નગરપાલિકાને રૂ.૧૮.૭૨ કરોડ, ભરૂચની જંબુસર નગરપાલિકાને રૂ.૬૦.૩૬ કરોડ, સુરેન્દ્રનગરની પાટડી નગરપાલિકાને રૂ.૩૮.૧૨ કરોડ, મોરબીની માળિયા-મિયાણા નગરપાલિકાને રૂ.૩.૯૬ કરોડ, નવસારીની ગણદેવી નગરપાલિકાને રૂ.૬.૪૦ કરોડ તેમજ રાજકોટની ભાયાવદર નગરપાલિકાને રૂ.૪.૨૯ કરોડ મળી કુલ રૂ.૩૧૧.૨૩ કરોડની રકમના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial