Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેનમાંથી પડી જતા મૃત્યુને ભેટેલી ગરીબ યુવતીની અંતિમક્રિયા કરાવાઈ

એનિમલ લવર્સ ગ્રુપના સહયોગથી

ખંભાળીયા તા. ર૮: પોરબંદરમાં ઝુંપડપટ્ટીમાં રહીને મજુરી કરતો એક ગરીબ પરિવાર ટ્રેઈનમાં પોરબંદર જતો હતો ત્યારે ભાણવડ પાસે આ પરિવારની એક મહિલા ટ્રેઈનના દરવાજા પાસે ઉભી હતી ત્યારે ઓચિંતો દરવાજો ખુલી જતાં ચાલતી ટ્રેઈને પટકાઈ પડતા આ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.

આ ટ્રેઈન વાંસજાળીયા, જસાપર પાસે નીકળતી હતી ત્યારે હંસાબેન ભાયાભાઈ સોલંકી (ઉ.વ.૪પ) નામની દેવીપૂજક મહિલા ટ્રેઈનનો દરવાજો ખુલી જતાં પડી જતાં મૃત્યુ પામતા પીએમ કરાવીને રેલવે પોલીસ દ્વારા ભાણવડ પોલીસને આ લાશ સોંપતા ભાણવડ પોસઈ સવસેટા દ્વારા ભાણવડ એનિમલ લવર્સ ગ્રુપને જાણ કરતા આ સંસ્થાના આશીષભાઈ ભટ્ટ વિગેરેએ હિન્દુ સ્મશાનમાં વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરીને આ પરિવારને દીલાસો આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh