Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ઠેબાના આસામીને રૂ.૧ લાખના ચેક પરતના કેસમાં કેદસજા

અન્ય એક આસામીને પણ એક વર્ષની કેદ ફરમાવાઈઃ

જામનગર તા. ૨૮: જામનગરના ઠેબા ગામના એક આસામીને રૂ.૧ લાખના ચેક પરતના કેસમાં અને અન્ય એક આસામીને રૂ.૭૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક-એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશ કર્યાે છે.

જામનગરના કેદાર એન્ટર પ્રાઈઝ નામની પેઢી ચલાવતા સાવન ભગવાનજી નાખવા પાસેથી ઠેબા ગામના ચિરાગ બાબુભાઈ ધ્રાંગીયાએ રૂ.૧ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી સાવન નાખવાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ચિરાગ બાબુભાઈ ધ્રાંગીયાને એક વર્ષની કેદની સજા અને ચેક મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદનો હુકમ કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના દડિયા ગામના ધર્મેશ નીતિનભાઈ નંદા પાસેથી રૂ.૭૦ હજાર નરેશ મંગાભાઈ બગડાએ ઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક પણ બેંકમાંથી પરત ફરતા ધર્મેશ નંદાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નરેશ મંગાભાઈ બગડાને એક વર્ષની કેદની સજા અને રૂ.૭૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા કરાઈ છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh