Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડીમાં ઘરમાં ઘૂસી પરિવાર પર પાંચ મહિલા સહિત નવ વ્યક્તિનો હુમલો

બિલ્ટી સુધારવાનું કહેતા મળી ધમકીઃ

જામનગર તા. ર૮: ઓખા મંડળના સુરજકરાડીમાં એક પરિવારના ઘરમાં ઘૂસી જઈ બુધવારે પાંચ મહિલા સહિત નવે ધમાલ મચાવી હતી. એક મહિલા તથા તેના પરિવારને ધોકાવી નાખ્યો હતો અને એક યુવતી પર નિર્લજ્જ હુમલો કરાયો હતો. ઘડી ડિટર્જન્ટ કંપનીમાં બિલ્ટી સુધારવાનું કહેવાતા કંપનીના કર્મચારીને ટ્રક ડ્રાઈવરે ધમકી આપી હતી.

ઓખામંડળના મીઠાપુર નજીક સુરજકરાડી ઉદ્યોગ નગરમાં રહેતા મણીબેન ધનજીભાઈ બથવાર નામના પ્રૌઢા અને તેમના પરિવારજનો બુધવારે સવારે પોતાના ઘરમાં હતા ત્યારે ત્યાં ધસી આવેલા માયાભાઈ વારસાકીયા, મંજુબન, દેવીબેન, વિજય, પૂજાબેન, રાહુલ, હંસાબેન, રવિ, વૈશાલી વારસાકીયાએ હુમલો કર્યાે હતો.

આ વ્યક્તિઓએ ઘરમાં ઘૂસી મણીબેન તથા તેમના પતિ, પુત્ર, પુત્રવધૂને ઢીકાપાટુ વડે માર મારવા ઉપરાંત ધોકાથી ઈજા કરી હતી અને રાહુલ વારસાકીયાએ મણીબેનના પુત્રવધૂ પર નિર્લજ્જ હુમલો કર્યાે હતો. મીઠાપુર પોલીસે હુમલાખોરો સામે ગુન્હો નોંધ્યો છે.

દ્વારકા નજીક આવેલા કુરંગામાં ઘડી ડિટર્જન્ટ કંપનીમાં નોકરી કરતા અર્જુનકુમાર ઝા ગઈ તા.૧૮ની રાત્રે પોતાની ફરજ પર હતા ત્યારે જગદીશ નામનો ટ્રક ડ્રાઈવર પોતાના ટ્રકમાં સોડા ભરવા માટે આવ્યો હતો. તેને બિલ્ટીમાં રહેલી ભૂલ સુધારવાનું કહેતા જગદીશે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh