Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હવે આવતીકાલે સાઉથ આફ્રિકા સાથે ફાઈનલ મુકાબલોઃ
નવી દિલ્હી તા. ર૮: ટી-ર૦ વર્લ્ડકપમાં ઈન્ગ્લેન્ડને ૬૮ રને હરાવીને ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો છે હવે ર૯ મી જૂને દક્ષિણ આફ્રિકા સાથે ભારતીય ટીમ ફાઈનલ મેચ રમશે.
ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવી ટી-ર૦ વર્લ્ડકપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ત્રીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા ટી-ર૦ વર્લ્ડકપની ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ગયાનામાં રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને ૬૮ રને હરાવીને વિજય અભિયાન ચાલુ રાખ્યું હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે ૧૭ર રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતીય સ્પિન બોલિંગની સામે ઈંગ્લેન્ડની આખી ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૧૦૩ રન બનાવીને પડી ભાંગી હતી.
ઈંગ્લેન્ડની લાચાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમના માટે હેરી બ્રુકે સૌથી વધુ રપ રનની ઈનિંગ રમી હતી. બ્રુક સિવાય જોસ બટલરે ર૩ રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડના ૭ બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શકયા નથી. ભારત તરફથી કુલદીપ યાદવ અને અક્ષર પટેલે ૩-૩ વિકેટ લીધી હતી. આ બે સિવાય જસપ્રીત બુમરાહે ર વિકેટ લીધી હતી.
આ સાથે ટીમ ઈન્ડિયાએ વર્ષ-ર૦રર માં ઈગ્લેન્ડ સામે ૧૦ વિકેટથી મળેલી કારમી હારનો બદલો પણ લઈ લીધો હતો. રોહિત શર્મા અને સૂર્યકુમારની મજબૂત ઈનિંગ્સની મદદથી, ભારતે મુશ્કેલ પીચ પર ૧૭૧ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, ત્યારબાદ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલની સ્પિન સામે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ માત્ર ૧૦૩ રનમાં સમાઈ ગયું હતું.
ફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. છેલ્લા ર-૩ દિવસથી આ મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તેવી શકયતા દેખાઈ રહી હતી અને શરૂઆતમાં એવું જ લાગતું હતું. જ્યારે મેચ લગભગ દોઢ કલાકના વિલંબથી શરૂ થઈ હતી. ત્યારપછી થોડા સમય માટે ફરી વિરામ જોવા મળ્યો, પરંતુ આ પછી વાદળો નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડ પર સંપૂર્ણ રીતે વરસ્યા.
પહેલા કેપ્ટન રોહિત અને સૂર્યકુમાર વચ્ચેની શાનદાર ભાગીદારીએ ઈંગ્લેન્ડની સારી શરૂઆત બગાડી. ત્યારબાદ અક્ષરે પાવરપ્લેમાં વિકેટો ખેરવીને ઈંગ્લેન્ડની રમતનો અંત આણ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા ર૦૧૪ પછી પ્રથમ વખત ટી-ર૦ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial