Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત દિવસ સુધી સાર્વત્રિક હળવાથી ભારે વરસાદની આગાહીઓઃ એલર્ટ અપાયા
અમદાવાદ તા. રઠઃ ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં સાર્વત્રિક વરસાદના વાવડ છે. રાજ્યના ૧૧૪ તાલુકાઓ પર મેઘાની મહેર થઈ ગઈ છે અને આજે સવારથી પણ ઘણાં તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. સાર્વત્રિક મેઘાવી માહોલ વચ્ચે આગામી સાત દિવસ સુધી વરસાદની વિવિધ આગાહીઓ પણ થઈ છે.
ગુજરાતના ૧૧૪ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે કેટલાક તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છ સહિતના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં ૧૦ જિલ્લામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે અને ઘણાં જિલ્લાઓમાં પણ વરસાદના વાવડ છે.
રાજ્યમાં સવારે ૮ વાગ્યે પૂરા થતાં ર૪ કલાકમાં જે ૧૧૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, તેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણાબે ઈંચ વરસાદ આવ્યો છે, તેમજ બનાસકાંઠાના દાંતીવાડામાં પોણાબે ઈંચ વરસાદ પડ્યો છે. ઉમરગામ અને ભૂજમાં પોણાબે ઈંચ વરસાદ સાથે નખત્રાણા અને મહુવામાં પોણાબે ઈંચ વરસાદ આવ્યો છે, તેમજ ગઢડા અને ભાવનગરમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે, તેમજ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે એનડીઆરએફની ૮ ટીમો રવાના કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમનું આગમન થયું છે. કમાન્ડર સહિત ૩૦ જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટરમાં તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે ૪ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે.
હવામાન વિભાગે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ર૪ કલાકમાં ગુજરાતમાં સુરત, આણંદ, ડાંગ, વલસાડ, રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે, તેવી આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદને પગલે એનડીઆરએફની ૮ ટીમો રવાના કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમનં આગમન થયું છે. કમાન્ડર સહિત ૩૦ જવાનોની ટીમ ખડેપગે રહેશે. આ ટીમને ઉનાના દેલવાડા સાયકલોન સેન્ટરમાં તૈનાત કરવામાં આવી છે. ટીમ સાથે ૪ બોટ, લાઈફ જેકેટ, દોરડા સહિતની વસ્તુઓ સાથે રખાઈ છે. અલગ-અલગ વિસ્તારો માટે જુદા જુદા એલર્ટ જાહેર કરાયા છે.
અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતું, અને ઉકળાટ-બફારા સાથે ગરમીનું પ્રમાણ યથાવત્ રહીને મહત્તમ તાપમાન ૩૭ ડીગરી નોંધાયું હતું, ત્યારે આજે વહેલી સવારે શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું, અને વરસાદી માહોલ પણ છવાયો છે. ગુજરાતમાં ગઈકાલે સવારના ૬ થી રાતના ૮ વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના ત્રણ તાલુકામાં ૪૦ કે તેથી વુધુ મી.મી. વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ૪૬ મી.મી. વરસાદ સાબરકાંઠાના પોશીનામાં નોંધાયો હતો.
રાજ્યમાં આજથી ૭ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં કયાંક ભારે તો અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પોરબંદર, જુનાગઢ, દ્વારકા તથા ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી છેે. તેમજ આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં વિધિવત રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં તો વરસાદી મહેર પણ થઈ ગઈ છે. ખેડૂતોમાં વરસાદને લઈને અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે કેવો વરસાદ આવશે તેની આગાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial