Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના બાલંભામાં પવનચક્કીની ઓરડીમાંથી ચોરાયો કોપર વાયર

નર્સરીમાંથી શ્રમિકના મોબાઈલની ઉઠાંતરીઃ

જામનગર તા. ૨૮: જામનગર-કાલાવડ રોડ પર એક નર્સરીમાં કામ કરતા શ્રમિકનો રૂ.૧૦ હજારનો મોબાઈલ ચોરાઈ ગયો છે. જ્યારે જોડિયાના બાલંભા ગામની સીમમાં પવનચક્કીમાંથી સાડા છસ્સો મીટર વાયર ચોરાયો છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા ઠેબા બાયપાસ નજીક અશોક પોપટભાઈ સાંઘાણી નામના આસામીની જગ્યામાં નર્સરીની દેખરેખની મુસ્તાક એલિયાશ બારીયા નોકરી કરતા હતા.

આ વ્યક્તિનો વીવો કંપનીનો રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ શનિવારની રાત્રે તેઓ નિદ્રાધીન થયા પછી કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. સરમત ગામના ઘનશ્યામસિંહ કરણસિંહ જાડેજાએ પંચકોશી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જોડિયા તાલુકાના બાલંભા ગામના સીમ વિસ્તારમાં સુઝલોન કંપનીની આવેલી પવનચક્કીની ઓરડીનું તાળું ગયા મંગળવારની રાત્રે તોડી કોઈ શખ્સો અંદરથી સાડા છસ્સો મીટર કોપર વાયર કાપીને લઈ ગયા છે. પવન ચક્કીમાં કામા કરતા હાજીભાઈ નુરમામદ જામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રૂ.૩ લાખ ૯૦ હજારની કિંમતના વાયરની ચોરી અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધ્યો છે. ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં વાયરનો ઉપરોક્ત જથ્થો માલવાહક વાહનમાં લઈ જવાતો હોવાનું જણાઈ આવ્યું છે. જોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh