Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અઢી ઈંચથી વધુ વરસાદઃ ખેતરો જળતરબોળ
જામનગર તા. ર૮: હાલારમાં મહત્તમ તાલુકાઓમાં ગઈકાલે મેઘરાજાએ રજા રાખી હતી. અમુક તાલુકામાં હળવું ઝાપટું વરસ્યું હતું, જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થયો હતો. ઘનઘોર અંધારૂ અને વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે વરસાદની આશા ફળીભૂત થઈ ન હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકાના કેશોદ વિંજલપર, ઠાકરશેરડી, ગોલણ શેરડી, ભાડથર, તેમજ કલ્યાણપુર તાલુકાના રાજપરામાં ગાજવીજ સાથે અઢીથી ત્રણ ઈંચ વરસાદ થયો હતો. આથી ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતાં.
ખંભાળિયામાં પોણો ઈંચ વરસાદ થયો હતો. સતત વરસતા વરસાદથી ઓછા વરસાદવાળા વિસ્તારના ખેડૂતોએ પણ વરસાદની આશાએ વાવણી શરૂ કરી છે.
ગઈકાલે વીજળી ત્રાકટતા અનેક સ્થળે વીજવાયરો, વીજ ટ્રાન્સફોરમરને નુક્સાન થયું હતું. પરિણામે વીજ પુરવઠો ખોરવાયો હતો.
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે ગઈ સાંજે વીજળી ત્રાટકી હતી તેમાં બલુભાઈ આલવા નામના ૪૮ વર્ષના પુરુષનું મૃત્યુ થયું હતું, જ્યારે કેશોદની વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા ખેડૂત પૂંજાભાઈ સવદાસભાઈના ખેતરમાં વીજળીથી ત્રણ ભેંસના મૃત્યુ થયા હતાં.
તેવી જ રીતે જામનગર જિલ્લાના ધ્રોળમાં ર૦ મી.મી., જોગવડમાં ૧૩ મી.મી., કાલાવડમાં ૭ મી.મી. અને લાલપુરમાં ૩ મી.મી. વરસાદ થયો હતો, પરંતુ અમુક ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ થયો હતો. જેમાં વસઈમાં ૧૪ મી.મી., લાખાબાવળમાં ૮ મી.મી., હડિયાણામાં ૧૪ મી.મી., બાલંભામાં ૧૦ મી.મી., પીઠડમાં ૧ર મી.મી., નિકાવામાં ર૮ મી.મી., ખરેડીમાં ૧૬ મી.મી. મોટા વડાળામાં ૧૦ મી.મી., નવાગામમાં રર મી.મી. અને મોટા પાંચદેવડામાં ૩ર મી.મી. વરસાદ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial