Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેવન્યૂ પ્રેકટીશનર એડવોકેટ એસોસિએશનની રજૂઆત
જામનગર તા. ર૮: જામનગરની કચેરીમાં છેલ્લા ૧૦ દિવસથી જી-સ્વાન કનેકટીવીટીમાં વિક્ષેપ થતો હોવાથી અરજદારો, પક્ષકારો મુશ્કેલી નડી રહી છે. આ અંગે રેવન્યુ પ્રેકટીશ્નર એડવોકેટ એસો.ના પ્રમુખ કેતન વારોતરીયા અને મંત્રી કેતન દોઢિયાએ સીટી સર્વે સુપ્રિ. અને આઈઆર (મહેસુલ ભવન)ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે છેલ્લા ૧૦ દિવસથી જી-સ્વાન કલેકટીવીટીમાં મુશ્કેલીના કારણે દસ્તાવેજ નોંધણીમાં વકીલ મિત્રો તથા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઝોન-૧ માં વધુ સમસ્યા નડી રહી છે. ઝોન-૧ ની સબ રજીસ્ટ્રાર કચેરીને ઝોન-૪માં સ્થળાંતર કરવામાં આવી છે. જે અપુરતી વ્યવસ્થા છે. જ્યાં સુધી કનેકટીવીટીની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અરજદારોને બેસવા માટે પણ પૂરતી વ્યવસ્થા નથી. આથી વૈકલ્પિક વ્યવસ્થારૂપે પુનઃ ઝોન-૧ માં વ્યવસ્થા પ્રસ્થાપિત કરવી જોઈએ.
સીટી સર્વે કચેરીમાં નામ ટ્રાન્સફર, વારસાઈ પાંત હિસ્સા, માપણી આકાર ભરવો વગેરે કામ માટે અરજદારો આવતા રહે છે.
અહીં સર્વેયરોની જગ્યા ખાલી છે. અમુક સર્વેરોને સ્વામીત્વ યોજના હેઠળ મોકલી દેવામાં આવે છે. અરજદારોને વારંવાર ધક્કા થાય છે. વચ્ચેના સમયમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ૩ દિવસની કામગીરી સ્વામીત્વ યોજના અંગે સર્વેયરોને સોંપવામાં આવી હતી. આથી પડતર કામગીરી ઝુંબેશ રૂપે શરૂ કરી નિકાલ કરવો જોઈએ, તેમજ સ્ટાફની યોગ્ય મહેકમ મુજબનો તમામ સ્ટાફની ફાળવણી, અન્ય સ્થળેથી સ્ટાફને પરત બોલાવી પૂર્તતા કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial