Advertisement
Author: નોબત સમાચાર

ગોમતી ઘાટે દરિયાના મોજાંથી બે યાત્રિકો ઘાયલઃ તંત્ર હવે એક્શનમાં!

એનડીઆરએફની ટીમ લાઉડસ્પીકરથી ચેતવતી જ રહી ગઈ!

દ્વારકા તા. ર૮: ગોમતીઘાટે દરિયાના મોજાંના થપાટોથી બે યાત્રિકો ઘાયલ થતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.

ચોમાસાની સિઝનમાં વરસાદી માહોલમાં અરબી સમુદ્રના પાણીના પ્રવાહોમાં ભારે કરન્ટ હોય, દ્વારકાના દરિયાકિનારાઓ પર મહાકાય મોજાંઓ ઉછળી રહ્યા હોય છે અને સંભવિત ખતરાથી અજાણ સહેલાણીઓ ગોમતી ઘાટો પર મોજાંમા ભિંજાતા હોય જે કારણે બે યાત્રિકો ઘાયલ થયાના મીડિયા અહેવાલો વહેતા થયા પછી તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું હતું.

જિલ્લા કલેક્ટર તથા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગોમતી ઘાટ પર સહેલાણીઓને જવા મનાઈ ફરમાવવામાં આવી છે જે પછી પોલીસે ખતરાથી અજાણ સહેલાણીઓને સમુદ્રના જોખમી બનેલા પ્રવાહને લીધે જોખમી ગોમતી ઘાટો પરથી દૂર કર્યા હતાં અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

આ પહેલા ગઈકાલથી વરસાદી વાતાવરણને લીધે એનડીઆરએફની ટીમે ગોમતી ઘાટ તથા આસપાસના વિસ્તારોમાં દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોને ઉછળતા મોજાંઓથી દૂર રહેવા લાઉડ સ્પીકરની મદદથી સૂચના તથા સમજ આપવામાં આવી હતી, તેમ છતાં સર્જાયેલી આ ઘટનાએ ચર્ચા જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh