Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ વડત્રા-ભાતેલના માર્ગે ડામર રોડમાંથી બુડબુડીયા સાથે ધુમાડો નીકળતા કુતૂહલઃ તંત્ર દોડ્યુ

કલેકટરે મોકલી તપાસ ટીમઃ ગાંધીનગરથી વિશેષજ્ઞો બોલાવાયા

ખંભાળીયા તા. ર૮: ખંભાળીયા તાલુકાના વડત્રાથી ભાતેલ જતાં રોડ પર ધૂમાડા સાથે રોડમાંથી બુડબુડીયા સાથે ધૂમાડો નીકળ્યો તંત્ર દોડતું થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા  તાલુકાના વડત્રા ગામેથી ભાતેલ જતાં રસ્તા પર ડામર રોડમાં રોડમાંથી બુડબુડીયા સાથે ધૂમાડો નીકળતો હોય તેવી સ્થિતિ પંદર મિનિટ થતાં લોકોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું. ગામના પૂર્વ સરપંચ રામશી રાણા ચાવડાએ આ બાબતે ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોર્યું હતું તથા બે થી ત્રણ વખત આ રોડ પર આવી રીતે ધૂમાડા સાથે વટાળો બુડબુડીયા નીકળવાનું થયું હતું.

બનાવની જાણ થતાં મામલતદાર વિક્રમભાઈ વરૂએ જિલ્લા ડિઝાસ્ટર તંત્રને જણાવતા જિલ્લા કલેકટર પંડ્યા દ્વારા તુરત જ ભુસ્તરશાસ્ત્રીને સ્થળ પર ચેકીંગ કરીને રીપોર્ટ સાથે મોકલાયા હતાં જેમણે તપાસ કરી હતી તથા આ રસ્તામાંથી નીકળતા બુડબુડીયા તથા વટાળો અંગે ગાંધીનગરમાં ખાસ વિશેષજ્ઞની ટીમ બોલાવવામાં આવી છે.

કોઈ ગરમ પદાર્થ પર પાણી રેડવાથી જેમ થાય તેવું આ રોડમાંથી થતું હોય ગ્રામજનોમાં ભારે કુતૂહલ ફેલાયું છે તથા ગઈકાલે આ રસ્તે જોવા લોકો ઉમટ્યા હતા તો સોશ્યલ મીડિયામાં તેના વીડિયો પણ વાયરલ થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh