Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ તાલુકા પંચાયતની સામાન્ય સભા

કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષમાં

ખંભાળીયા તા. રરઃ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભામાં વિવિધ યોજનાઓના વિકાસના કામોની સમીક્ષા કરી તથા ૧પમાં નાણાપંચના ફેરફાર કરવા પાત્ર કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં કેબિનેટ મંત્રીએ કામોની સમીક્ષા ત્વરિત કામગીરી કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ભાણવડ તાલુકામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ યોજનાની પંચાયતના પદાધિકારીઓની તાલીમમાં ઉપસ્થિત રહી વિકાસના કાર્યો વેગવાન બનાવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ વનીકરણના કામો કરવા અનુરોધ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ ડાયબેન છૈયા, ઉપપ્રમુખ મરિયમબેન હિંગોરા, તાલુકા વિકાસ અધિકારી એન.એલ. બેડીયાવદરા, તાલુકા પંચાયતના સભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh