Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કરાયેલા વીજ ચેકીંગમાં ઝડપાઈ ગઈ રૂ.૩૩ લાખની વીજચોરી

કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારમાં ચેકીંગની ધોંસઃ

જામનગર તા. ૨૮: જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારો તેમજ ગોકુલનગર વગેરે વિસ્તારોમાં ગઈકાલે પીજીવીસીએલની ૩૦ ટૂકડીએ હાથ ધરેલા વીજ ચેકીંગમાં રૂપિયા સવા તેત્રીસ લાખની વીજચોરી ઝડપાઈ છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચોરી ડામી દેવા માટે શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગ દરમિયાન ગઈકાલે જામનગર શહેરના કાલાવડ નાકા, અમન ચમન સોસાયટી તેમજ શંકરટેકરી, જેલ રોડ, શાસ્ત્રીનગર, ગોકુલનગર, મયુરનગર વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.

સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૦ ટૂકડીએ ગઈકાલે કરેલા ચેકીંગમાં ૩૯૭ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી ૬૧ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૂ.૩૩ લાખ ૨૫ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે. ચેકીંગ ટૂકડીઓ સાથે સ્થાનિક પોલીસના ૧૮ જવાન અને ૧૨ એસઆરપીમેન રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh