Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ફટાકડાની પાંચ દુકાનો સીલ કરતુ તંત્ર

નિરીક્ષણમાં નિયમોનું ઉલ્લંઘન- ફાયરસેફટીની બેકાળજી જણાતા

ખંભાળીયા તા. ર૮: ખંભાળીયામાં પ્રાંત અધિકારી દ્વારા ફટાકડાની દુકાનોમાં સર્ચ સર્વે પછી નિયમભંગ કરતા પાંચ દુકાનો સીલ કરાઈ છે.

ખંભાળીયા પંથકમાં રાજકોટ ગેમઝોન કાંડના પગલે તંત્ર દ્વારા ચેકીંગ, સર્વે કરાયું હતું તથા ફાયર સેફટીના સંદર્ભમાં ફટાકડાની દુકાનોમાં નિયમોનું પાલન કરવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. તથા અગ્નિશામક યંત્રો અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પછી પણ ખંભાળીયામાં પાંચ દુકાનદારો દ્વારા ફટાકડા વેચાણમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તથા ફાયર સેફટીના પગલા નિયમોમાં ધ્યાન ના રખાતું હોય પ્રાંત અધિકારી કે.કે. કરમટા દ્વારા આદેશ કરાતા મામલતદાર વિક્રમભાઈ વરૂએ ખંભાળીયાના પાંચ દુકાનદારોની દુકાનો સીલ કરવાનું કડક પગલું ભરતા દુકાનદારોમાં સોંપો પડી ગયો હતો.

દ્વારકા જિલ્લામાં ફાયર ઓફિસર દ્વારા પાંચ હોટલોને સીલ કરવા કાર્યવાહી પછી હોટલવાળા લાયસન્સ સાધનો માટે દોડતા થયા છે તેમ ફટાકડાના દુકાનદારોને પણ સીલ કરાતા ફટાકડા વેપારીઓ પણ દોડતા થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh