Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવનો ફિયાસ્કોઃ
જામનગર તા. ૧૨: ગુજરાત સરકાર દ્વારા નાના ભૂલકાઓ વાજતે ગાજતે ભણતર માટે પ્રેરાય તે માટે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે.
જામનગર જિલ્લામાં જિલ્લા પંયાયત હસ્તકની ૬૬પ સરકારી શાળા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની ૪૪ શાળાઓ મળી કુલ ૭૦૯ પ્રાથમિક શાળાઓ કાર્યરત છે.
વર્ષ ર૦ર૪-રપ માટે છ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને ધો. ૧ મા પ્રવેશ માટે પ્રવેશોત્સવના કાર્યક્રમો સતત ત્રણ-ત્રણ દિવસ સુધી ઉજવવામાં આવ્યા, જેના આયોજન માટે મંડપો બાંધવા, સમિયાણા ઊભા કરવા, સ્ટેજ બનાવવા જેવા ખર્ચ કરવામાં આવ્યા... આઈએએસ કક્ષાના અધિકારીઓને આ ત્રણ દિવસ વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહેવાની ફરજ સોંપાઈ, તો રાજકીય આગેવાનોને તો ભાવતું'તું ને વૈદે કીધુંની જેમ ફોટાઓ સાથે પ્રસિદ્ધિ માટેના અવસર મળી ગયા...
ખૂબ જ મોટાપાયે પ્રચાર પ્રસિદ્ધિ થયા પછી જ્યારે શાળા પ્રવેશોત્સવના નિષ્કર્ષ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક તો છે જ, પણ સાથે સાથે સરકારની શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયત હસ્તક કુલ ૬૬પ સરકારી શાળાઓ છે જેમાં વર્ષ ર૦ર૪-રપ માટે ૬૬૩૦ બાળકોએ જ્યારે મનપા હેઠળની ન.પ્રા.શિ. સમિતિ સંચાલિત ૭૪૪ પ્રાથમિક શાળાઓમાં માત્ર ૩૧૪ બાળકોએ જ ધો. ૧ માં પ્રવેશ લીધો છે. વર્ષની છ વયનો બાળક તો બાળક જ છે... ખરેખર તો વાલીઓએ સરકારી શાળામાં પોતાના બાળકને બેસાડવામાં ઘોર નિરસતા બતાવી છે તે પૂરવાર થયું છે.
જામનગર જિલ્લા પંચાયતમાં ૬૬પ શાળાઓ માટે ૩૬૯૬ શિક્ષકોનું મહેકમ છે, પણ તેમાં ર૯ર૬ શિક્ષકો જ છે, અર્થાત્ ૭૭૦ ની ઘટ છે, જો કે ૩૮૬ જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ છે, તેમ છતાં હજુ પણ ૩૮૪ શિક્ષકોની ઘટ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ર૦ર૧-રર માં અને વર્ષ ર૦રર-ર૩ માં ૧૩ હજારથી વધુ બાળકોએ સરકારી શાળાઓમાં ધો. ૧ માં પ્રવેશ લીધો હતો. તેની સામે વર્ષે ર૦ર૪-રપ માં ૪૦ ટકા જેવો તોતિંગ ઘટાડો થયો છે અને માત્ર ૬૯૪૪ બાળકોએ જ પ્રવેશ લીધો છે.
ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, ઓરડાઓની ઘટ, અન્ય સુવિધાઓનો અભાવ, ગુટલીબાજ (અપ-ડાઉન કરતા) શિક્ષકો, જ્ઞાન સહાયકની ભરતીની નીતિ-રીતિ વગેરે કારણોસર શાળા પ્રવેશોત્સવને ભારે નિષ્ફળતા મળી છે, તે હકીકત છે અને લાખોના ખર્ચા, મહાનુભાવોની પ્રસિદ્ધિના ખેલનો ફિયાસ્કો થયો છે તે હકીકત છે.
શિક્ષણ ક્ષેત્રના આગેવાનો તેમજ ચિંતકો દ્વારા આવા ખર્ચા કે મેળાવડાઓ કરવાના બદલે દરેક સરકારી પ્રાથમિક શાળા સંપૂર્ણ સુવિધાયુક્ત બને, પૂરતા શિક્ષકો હોય, સારૂ શિક્ષણ આપવામાં આવે તે દિશામાં કામ કરવાની જરૂર છે. બાકી પ્રવેશોત્સવ, ગુણોત્સવ, શિક્ષકોની તાલીમ જેવા કાર્યક્રમો પણ અસરહીન પૂરવાર થઈ રહ્યા છે.
- સેલ્ફ ગોલઃ જે જે ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય મહાનુભાવો પ્રવેશોત્સવમાં બની-ઠનીને પ્રસિદ્ધિ માટે આવે છે તેમાંથી લગભગ કોઈનો બાળક સરકારી શાળામાં ભણતો નથી કે પ્રવેશ લેતો નથી. તેવી વ્યંગાત્મક ચર્ચા પણ પ્રવેશોત્સવ સમયે ગણગણાટ સાથે થાય જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial