Advertisement
Author: નોબત સમાચાર

પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા ગયેલા બેડીના માછીમાર સામે ગુન્હો

 વરસાદની મોસમના કારણે મૂકાયો છે પ્રતિબંધઃ

જામનગર તા. ૧૨: જામનગરના બેડીબંદર પર ગઈકાલે સાંજે પોતાની બોટમાં માછીમારી કરીને પરત ફરેલા ગરીબનગર પાણાખાણના એક માછીમાર સામે પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરી છે.

જામનગરના જૂના બેડી બંદરની જેટી પર ગઈકાલે સાંજે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક શખ્સ પોતાની બોટમાં દરિયામાંથી પરત ફરતો જોવા મળ્યો હતો. બેડીના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા અબ્બાસ ઈસ્માઈલ છેર નામના આ શખ્સની પોલીસે અટક કરી પૂછપરછ હાથ ધરી હતી.

આ શખ્સ પોતાની બોટમાં માછીમારી માટે દરિયામાં ગયો હોવાનું બહાર આવ્યું છે. હાલમાં વરસાદની સિઝનના કારણે માછીમારી કરવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ શખ્સ દરિયામાં ગયો હતો તેથી તેની સામે જમાદાર વી.કે. વરૂએ ખુદ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો છે. આ શખ્સ સામે બીએનએસ કલમ-૨૨૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની કલમ ૨૧ (૧) (ચ) હેઠળ કાર્યવાહી કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh