Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વર્ષ પહેલાં નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૧૨: જામનગરમાંથી પાંચ વર્ષ પહેલાં એક શખ્સે સાડા તેર વર્ષ ની વય ધરાવતી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યા પછી તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ થઈ હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના ગોકુલનગર નજીકના શ્યામનગરમાં રહેતા પિયુષ પટેલ નામના શખ્સે ગઈ તા.૨૮-૬-૧૯ના દિને સાડા તેર વર્ષની સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની અને બારેક દિવસ સુધી જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
આ ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા પછી જેલહવાલે કર્યાે હતો. આ કેસ ખાસ પોક્સો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીના વકીલ નિર્મળસિંહ સરવૈયા, એચ.બી. પરમાર, સુમિત વડનગરાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial