Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના બીજેએસ જૈન સંગઠન ફાઉન્ડેશનના ઉપક્રમે
જામનગર તા. ૧રઃ બીજેએસ - જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગર દ્વારા વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદના સહયોગથી બાળકોમાં જળ વિષે જાગૃતિ અર્થે જિલ્લા અને રાષ્ટ્રીય કક્ષાની પોષ્ટર સ્પર્ધાનું આયોજન છે. ગ્રુપ-૧, ધોરણ પ થી ૮ અને ગ્રુપ-ર, ધોરણ ૯ થી ૧ર સુધીના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
પોસ્ટર સ્પર્ધાનો વિષય જળ સંરક્ષણ છે એટલે કે પોષ્ટર સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુજ વિદ્યાર્થી જળ સંરક્ષણ અર્થે જળ-પ્રદુષણ, જળ સંચય, જળ પ્રબંધન, વોટર ફૂટ પ્રિન્ટ, પાણીનો બગાડ ઘટાડવા, પાણીની જરૂરત ઘટાડવા વિશે પોતાના વિચારને મૂર્તિમંત કરતું એક પોષ્ટર બનાવીને મોકલી શકશે.
એક વિદ્યાર્થીના નામે એક પોષ્ટર જ સ્પર્ધામાં સામેલ થશે. પોષ્ટર બનાવવા માટે કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરી શકાશે. પોષ્ટર એ૩ અથવા એ૧ સાઈઝની કાર્ડ શીટમાં બનાવવાનું રહેશે. એ સિવાયની અન્ય સાઈઝમાં કે પૂઠા, પ્લાયવુડ વી. ઉપર બનાવેલ પોષ્ટર અસ્વીકાર્ય રહેશે. તા. ર૦-૯-ર૪ સુધીમાં તૈયાર કરેલ પોષ્ટર મોકલવાનું રહેશે.
તૈયાર કરેલ પોષ્ટરની પાછળ વિદ્યાર્થીનું નામ, સરનામું, ફોન નંબર, શાળાનું નામ-સરનામું, ધોરણ વી. લખીને શાળાના આચાર્યની સહી અને શાળાનો સિક્કો પાછળની બાજુએ લગાવીને જ પોષ્ટર મોકલવાનું રહેશે. શાળાના આચાર્યની સહી-સિક્કા વગરનું પોષ્ટર અમાન્ય રહેશે.
તૈયાર કરેલ પોષ્ટર વિદ્યાર્થીઓએ અથવા શાળા દ્વારા તેના વિદ્યાર્થીઓના પોષ્ટર ભેગા કરીને જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરને (૧) જૈનમ એન્ટરપ્રાઈઝ, સિદ્ધનાથ કોમ્પ્લેક્ષ, કાશી વિશ્વનાથ રોડ, જામનગર અથવા (ર) સ્ટર્લિંગ એજન્સીઝ, લીમડા લેન, ચર્ચ પાસે, જામનગરમાં રૂબરૂ અથવા પોસ્ટ-કુરિયર દ્વારા પહોંચાડવાના રહેશે. પોષ્ટર સ્વીકારવાની અંતિમ તારીખ ર૦-૯-ર૪ છે. ત્યાર પહેલા પોષ્ટર પહોંચાડવાના રહેશે.
જિલ્લા કક્ષાએ આવેલ તમામ પોષ્ટરનું જ્યુરી દ્વારા મૂલ્યાંકન કરી બંને ગ્રુપમાં પ્રથમ-દ્વિતીય અને તૃતીય ઈનામ આપવામાં આવશે અને માન્ય રહેલ તમામ વિદ્યાર્થીઓને ઈ-સર્ટિફીકેટ પણ આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ આવેલ તમામ પોષ્ટર રાષ્ટ્રીય સ્પર્ધા માટે વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદને મોકલવામાં આવશે. વોટર મેનેજમેન્ટ ફોરમ અમદાવાદ રાષ્ટ્રીય કક્ષાએ આવેલ તમામ પોષ્ટરનું મુલ્યાંકન કરી બંને ગ્રુપમાં પ્રથમ-દ્વિતીય અને તૃતીય ઈનામ આપશે.
ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને જિલ્લા શિક્ષણ અધિકારીએ જામનગર જિલ્લાની દરેક સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યોને વધુને વધુ વિદ્યાર્થીઓ પોષ્ટર કોમ્પિટિશનમાં સામેલ કરવા માટે ભલામણ કરતો પરિપત્ર મોકલી જળ-જાગૃતિના પ્રયાસને સ્તુત્ય સહયોગ આપ્યો છે. વધુ વિગત માટે સંસ્થાના પ્રમુખ જીગ્નેશભાઈ શાહ (૯૪ર૬૪ ૬પ૬૯૯), માનદ મંત્રી આદેશભાઈ મહેતા (૯૯૭૪૩૭પ૪૭૮) અથવા કો-ઓર્ડીનેટર શરદભાઈ શેઠ (૯૯૮૯૯ ૬૯પ૯પ)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial