Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોલેજિયમે ભલામણ કરતા
નવી દિલ્હી તા. ૧રઃ દેશની ૮ હાઈકોર્ટને નવા ચીફ જસ્ટીશ મળશે. સુપ્રિમ કોર્ટની કોલેજિયમે ભલામણ કરી દીધી છે.
સુપ્રિમ કોર્ટે કોલેજિયમે દેશના આઠ જુદા-જુદા હાઈકોર્ટમાં નવા ચીફ જસ્ટીસની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળ કોલેજિયમે દિલ્હી, ઝારખંડ, હિમાચલ પ્રદેશ-જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, મધ્યપ્રદેશ, કેરળ, મેઘાલય અને મદ્રાસ હાઈકોર્ટ માટે ચીફ જસ્ટિસના નામની ભલામણ કરી છે.
કેન્દ્ર સરકારની મંજુરી મળતાં જ તેમની નિમણૂક કરવામાં આવશે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈની કોલેજિયમ દ્વારા આ પ્રસ્તાવ પર મંજુરી આપી છે.
રિપોર્ટ અનુસાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહનને ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. જે હાલ દિલ્હી હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ છે. ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડો. બી.આર. સારંગી ૧૯ જુલાઈ, ર૦ર૪ ના નિવૃત્ત થઈ રહ્યા હોવાથી જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને તેમના સ્થાને ચીફ જસ્ટિસ બનાવવાનો પ્રસ્તાવ છે. તે હાલ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે.
દિલ્હી હાઈકોર્ટના જજ રાજીવ શકધરને હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા તેમજ દિલ્હી હાઈકોર્ટના વધુ એક જજ સુરેશ કૈતને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ ગુરમીતસિંહ સંધાવાલિયાને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા અપીલ કરી છે. બોમ્બે હાઈકોર્ટના જજ નિતિન જામદારને કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા કોલેજિયમે અપીલ કરી છે.
જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના જજ તાશી રબસ્તાનને મેઘાલય હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરી છે. ૧૬ ઓગસ્ટે વર્તમાન ચીફ જસ્ટિસ વૈદ્યનાથ નિવૃત્ત થઈ રહ્યા છે. જજ કે.આર. શ્રીરામને મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરવામાં આવી છે. તે હાલ બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial