Advertisement
Author: નોબત સમાચાર

હેરોઈનના જથ્થા સાથે ઝડપાયેલા મહિલા આરોપીની વચગાળાની જામીન અરજી નામંજૂર

બે વર્ષ પહેલાં એટીએસે પકડ્યો હતો ડ્રગ્સનો જથ્થોઃ

જામનગર તા. ૧૨: જામનગરમાંથી બે વર્ષ પહેલાં એટીએસે હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો હતો. તે ગુન્હામાં એક મહિલા સહિતના આરોપી ઝડપાયા હતા. મહિલા આરોપીએ વચગાળાના જામીન પર મુક્ત થવા અરજી કરતા અદાલતે તે અરજી નકારી છે.

જામનગરમાં ગઈ તા.૧૫-૩-૨૨ના દિને એટીએસે દરોડો પાડી ખેરૂનબેન જુનુસભાઈ બંદરી નામના મહિલા સહિતના વ્યક્તિઓ પાસેથી ડ્રગ્સ પકડી પાડ્યું હતું. તે પછી એનડીપીએસના આ ગુન્હામાં ખેરૂનબેન વગેરેની ધરપકડ કરવામાં આવી હતી.

હાલમાં જામનગરની જેલમાં રહેલા ખેરૂનબેને પોતાની પૌત્રીનું ગયા વર્ષે અવસાન થયા પછી તેની વરસી તથા ન્યાઝ વિતરણ માટે નવ દિવસ માટે વચગાળાના જામીન પર મુકત થવા અદાલતમાં અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યા હતું કે, તેણીની પરિવારના વડીલ તરીકે હાજરી જરૂરી છે.

તે અરજી સામે સરકારી વકીલ રાજેશ વશીયરે દલીલ કરી હતી કે, આ ગંભીર પ્રકારનો ગુન્હો છે. અરજદાર પાસેથી માદક પદાર્થ કબજે થયો છે. તેઓને જામીનમુક્ત કરાશે તો તેઓ નાસી જવાની શક્યતા છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh