Advertisement
Author: નોબત સમાચાર

કાનાલુસ પાસે પેટ્રોલ પંપમાં ત્રણ શખ્સે ઓફિસ તથા બાથરૂમમાં કરી તોડફોડ

પેટ્રોલપંપના કર્મચારીએ નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧૨: લાલપુરના આરબલુસ ગામના એક યુવાન ગઈકાલે કાનાલુસ નજીક પેટ્રોલપંપ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે બે વાહનમાં ત્યાં ધસી આવેલા ત્રણ શખ્સે બાથરૂમ જવાની ના કેમ પાડી તેમ કહી હુમલો કરી ઓફિસ તથા બાથરૂમમાં તોડફોડ કરી હતી અને આ યુવાનને ધમકી આપી હતી.

લાલ૫ુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા અનોપસિંહ રાજુભા જાડેજા ગઈકાલે બપોરે કાનાલુસ ગામ નજીક લેબર કોલોની-૮ના ગેઈટ નજીક રિલાયન્સ જિઓ બીપી પેટ્રોલપંપ પર નોકરીના સ્થળે હાજર હતા ત્યારે એક બાઈક તથા એક્ટિવામાં ધસી આવેલા મેઘનુગામના વિજયસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જામનગરના મયુરસિંહ ઘનુભા ચાવડા અને લાલભા દરબારે ઝઘડો કર્યાે હતો.

આ શખ્સોએ અમે સવારે પેટ્રોલ ભરાવવા આવ્યા ત્યારે બાથરૂમના દરવાજા પાસે બાથરૂમ કરવાની કેમ ના પાડી તેમ કહી બોલાચાલી શરૂ કર્યા પછી લાલભાએ ત્યાં પડેલો ધોકો ઉપાડી પંપની ઓફિસમાં તોડફોડ કરી હતી અને અનોપસિંહને ઢીકાપાટુથી માર માર્યાે હતો. જ્યારે મયુરસિંહે બાથરૂમમાં ઘૂસી ટોયલેટ સીટ તોડી નાખી નુકસાની સર્જી હતી. જતા જતા ત્રણેય શખ્સ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા હતા. અનોપસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh