Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની...
ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયા તાલુકાની પી.એમ. મોડેલ સ્કૂલ વિંજલપરમાં કલેક્ટર જી.ટી. પંડયાની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં કલેક્ટર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી વિદ્યા પ્રવેશ કરાવ્યો હતો.
સમગ્ર રાજ્યમાં તા.૨૬ જૂનથી ત્રિદિવસીય શિક્ષણા સેવાયજ્ઞ સમા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે પી.એમ. મોડેલ સ્કૂલ વિંજલપરમાં મહોત્સવ તેમજ પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
બાળકોને આનંદની લાગણી સાથે પ્રવેશ કરાવતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્ય સાથે દ્વારકા જિલ્લામાં શિક્ષણના મહાયજ્ઞ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. નાના ભૂલકાઓને શૈક્ષણિક જીવનના પથ પર પગ માંડતા જોઈ હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય સો ટકા નામાંકનનો છે.
વધુમાં કલેકટરે જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વિસ્તરે તથા કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા આશયથી રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે. શિક્ષણ એ બાળકોના પાયાનું ઘડતર છે. શિક્ષણ દ્વારા બાળકોમાં સંસ્કારનો સિંચન થાય છે. આજના સ્પર્ધાત્મક યુગ શિક્ષણ જ સાચી મૂડી સાબિત થઈ રહી છે.
વધુમાં કલેકટરે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણનો વ્યાપ પહોંચતા બાળકોને પોતાના સપનાઓ પૂર્ણ કરવા માટે પાંખો મળી છે. આજે ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થી ઉત્તમ અને ગુણવત્તાયુકત શિક્ષણ ગ્રહણ કરી ઉજ્જવળ કારર્કીદીનું ઘડતર કરી પોતાના પરિવાર તથા ગામનું નામ રોશન કરી રહ્યા છે. વધુમાં તેમણે સૌને સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યાે છે.
જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી આંગણવાડી બાલ વાટીકા તથા ધો.૧૦ના બાળકોનું નામાંકન કરાવ્યું હતું. જેમાં વિંજલપર વાડી શાળા નં.૧ બાલવાટીકાના ૧ વિંજલપર વાડી શાળા નં.૨ બાલવાટીકામાં ૪ વિંજલપર વાડી શાળા નં.૩ બાલવાટીકામાં ૬ વિંજલપર કન્યા શાળા બાલવાટીકામાં ૧૪, વિંજલપર કુમાર શાળા બાલ વાટીકામાં ૯ તથા ધો.૧માં ૧ તથા પીએમ મોડેલ સ્કૂલ વિજંલપરમાં ધો.૬માં ૨૧, ધો.૯માં ૮૦ તથા ધો.૧૧માં પપ જેટલા બાળકોને વિદ્યાપ્રવેશ કરાવ્યો હતો.
ઉપરાંત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ખેલ મહાકુંભ અન્ડર-૧૭ ખોખો સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ શાળાની વિદ્યાર્થિનીનું સન્માન કરાયું હતું. ઉપરાંત દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, તાલુકા વિકાસ અધીકારી કે.વી. શેરઠીા, અગ્રણી પ્રતાપભાઈ પીંડારીયા, ઘેલુભાઈ છુછર, વિજયભાઈ નંદાણીયા, કશ્યપભાઈ ડેર સહિતના વિદ્યાર્થીઓ, વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial