Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં ર૪ કલાકમાં ૪ ઈંચ વરસાદઃ હવાઈ યાત્રા થઈ પ્રભાવિતઃ ઠેર ઠેર ફરી જલભરાવ

હવામાન વિભાગની નવી આગાહીઃ ઓરેન્જ એલર્ટઃ

મુંબઈ તા. ૧રઃ હવામાન ખાતાના ઓરેન્જ એલર્ટ મુજબ આજે સવારથી મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ચાર ઈંચ વરસાદ થતા ઠેર ઠેર જલભરાવ થયો છે. હવાઈ યાત્રા પણ આ કારણે પ્રભાવિત થઈ હોવાના અહેવાલો છે.

આજે સવારે મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં નોંધપાત્ર વિક્ષેપો સર્જાયા હતાં. જેના કારણે ટ્રાફિકના-વાહન પણ ખોરવાઈ ગયો હતો તેમજ ફ્લાઈટની કામગીરીને પણ અસર થઈ હતી.

ભારતીય હવામાન વિભાગે આજે અને શનિવાર માટે શહેર માટે ઓરેન્જ ચેતવણી જારી કરી હોવાથી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

વરસાદને કારણે મુંબઈમાં ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ અને એરલાઈન્સે મુસાફરોને અપડેટ કરેલી ફ્લાઈટ સ્ટેટ્સ ચેક રવાની સલાહ આપી છે. મુંબઈમાં ભારે વરસાદ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે.

ચેમ્બરુ, પી ડીમેલો રોડ, એપીએમસી માર્કેટ અને તુર્ભે માફ્કો માર્કેટ, કિંગ્સ સર્કલ જેવા વિસ્તારોમાંથી અન્ય સ્થળોએથી પાણી ભરાઈ ગયાની જાણ કરવામાં આવી હતી. આ સ્થળોએ લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતાં.

બીએમસી ઓટોમેટિક વેધર સ્ટેશન દ્વારા ૧ર જુલાઈના સવારે ૮ વાગ્યે પૂરા થતાં ર૪ કલાકમાં મુંબઈશહેરમાં ૯૩ મી.મી., પૂર્વિય ઉપનગરોમાં ૬૬ મી.મી. અને પશ્ચિમી ઉપનગરોમાં ૭૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

મુંબઈમાં ૭ અને ૮ જુલાઈના સતત બે દિવસ માટે ભારે વરસાદ પડ્યો હતો. તેમજ અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વધવાની આશંકા છે. મુશળધાર વરસાદ ફરી એકવાર મુંબઈકરોની મુશ્કેલીમાં વધારો કરશે. દર વર્ષે ચોમાસાના વરસાદ દરમિયાન મુંબઈના ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે. આ સ્થિતિમાં કામ કરતા લોકો ખાસ કરીને જાહેર પરિવહન દ્વારા મુસાફરી કરતા લોકોની મુશ્કેલીઓ વધે છે.

મુંબઈ માટે જુલાઈ સૌથી વરસાદી મહિનો છે. આ મહિનામાં સરેરાશ વરસાદ ૮૪૦.૭ મી.મી. છે, જે દિલ્હીના ચાર મહિનાના ચોામાસાના વરસાદ કરતા વધુ છે. મુંબઈ શહેરને દર વખતે ચોમાસા દરમિયાન ખતરનાક હવામાનનો સામનો કરવો પડે છે, જે સામાન્ય જીવન અને દિનચર્યામાં અસુવિધા સર્જે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh