Advertisement
Author: નોબત સમાચાર

ભગવાન શ્રી જગન્નાથજીનું નગરભ્રમણ

આવતીકાલે એસ.ટી. ડેપો પાસેથી બપોરે જગન્નાથજી રથયાત્રાનું પ્રસ્થાનઃ

જામનગર તા.૧૨: જામનગરમાં ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સત્તરમી રથયાત્રાનું આયોજન  કરવામાં આવ્યું છે. જેમાં જામનગર-રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં તા. ૧૩-૦૭-૨૦૨૪ (શનિવાર)ના દિને સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ  થશે. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક  પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન થશે.

ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે  કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩:૩૦ વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની  પૂર્ણાહુતિ થશે.

રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી,  સરબતનું વિતરણ થશે. અને દરેક રૂટ ઉપર બરોડ, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, સુરત, પોરબંદરથી પધારેલ કૃષ્ણ ભક્તો સંકીર્તન, હરે કૃષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે. રાત્રે ૭-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે ૮ વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) તથા રમારમણદાસ (મો. ૯૪૨૯૦  ૭૧૫૧૪) તેમજ (મો. ૯૪૨૬૯ ૧૮૭૫૫) એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh