Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા યોજાયેલી
જામનગર તા. ૧રઃ જામનગર ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સુમેર સ્પોર્ટસ ક્લબના સહયોગથી જિલ્લાવ્યાપી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સુમેર ક્લબના સેક્રેટરી ધીરેનભાઈ ગલૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિલનભાઈ શાહ, જેડીટીટીએના વાઈસ પ્રેસિડેન્ટ, જયેશભાઈ શાહ, મુકેશભાઈ દાસાણી, જેડીટીટીએના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.
આ ટુર્નામેન્ટમાં લાલપુર, સીદસર સહિત જામનગર જિલ્લાના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૯૮ જેટલા ખેલાડીઓ વચ્ચે વિવિધ કેટેગરીમાં સ્પર્ધા થઈ હતી.
જેમાં અંડર-૧૧ (બોયઝ) માં આરૂષ ગોરેચા, વૃજ ચોટાઈ, અંડર-૧૧ (ગર્લ્સ) માં આરના કંસારા, હેમાન્શી રાઠોડ, અંડર-૧૩ (બોયઝ) માં તન્મય પુરોહિત, મીત કગથરા, અંડર-૧૩ (ગર્લ્સ) માં ધ્વનિબા જાડેજા, હેમાન્શી રાઠોડ, અંડર-૧પ (બોયઝ) માં યગ્નેશ પરમાર, મૃદુલ માખનશા, અંડર-૧પ (ગર્લ્સ) માં ચેલ્સી વાઘાણી, હેમાન્શી રાઠોડ, અંડર-૧૭ (બોયઝ) માં યગ્નેશ પરમાર, ભવ્યરાજ ઝાલા, અંડર-૧૭ (ગર્લ્સ) માં ચેલ્સી વાછાણી, ધ્વનિબા જાડેજા, અંડર-૧૯ (બોયઝ) માં યગ્નેશ પરમાર, ભવ્યરાજ ઝાલા, અંડર-૧૯ (ગૈલ્સ) માં હેમાન્શી રાઠોડ, આરાધ્યા તાપરિયા, વુમન્સ સીંગલ્સમાં ચેલ્સી વાછાણી, સંગીતા જેઠવા, સિકસ્ટી પ્લસ, મેન્સમાં અશ્વિન ત્રિવેદી, પ્રદીપ કોટેચા, મેન્સ સીંગલ્સમાં યગ્નેશ પરમાર અને શુભમ્ શર્મા અુનુક્રમે ચેમ્પિયન અને રનર્સઅપ તરીક વિજેતા થયા હતાં. સમગ્ર ટુર્નામેન્ટમાં ચાર કેટેગરીમાં ચેમ્પિયન થનાર યગ્નેશ પરમારને માસ્ટર પ્લેયર જાહેર કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial