Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાની પોસ્ટ ઓફિસમાં કથળતો વહીવટ!

ચાર-ચાર માસથી પોસ્ટ માસ્ટરની જગ્યા ખાલી

દ્વારકા તા. ૧૨: આજના ડિજીટલ યુગમાં જ્યારે દરેક વહીવટ ડિજીટલાઈઝેશનના ઉપયોગથી ગ્રાહકો માટે વધુ સુગમ બનતો થયો છે. ત્યારે દ્વારકા પોસ્ટ ઓફિસમાં ચાલતી કામગીરી અંગે ગ્રાહકોમાં વ્યાપક અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

દ્વારકા પોસ્ટ ઓફિસ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર દ્વારકા પોસ્ટ ઓફિસમાં ચાર માસથી પોસ્ટ માસ્તરની જગ્યા ખાલી છે. જ્યારે કલાર્કને પોસ્ટ માસ્તરનો હવાલો સોંપી વહીવટ ગબડાવવામાં આવી રહ્યો છે. ટ્રેઝરરની પોસ્ટ પણ લાંબા સમયથી ખાલી છે. માત્ર એકાદ-બે કર્મચારીઓ પર કામનું ભારણ જોવા મળે છે. સીંગલ વીન્ડો ઓપરેશનથી ગ્રાહકો, પોસ્ટના એજન્ટોને રોજ-રોજ સમયનો વ્યય થાય છે. આ ઉપરાંત ઉપલબ્ધ સ્ટાફ દ્વારા ગેરવર્તનની પણ ફરિયાદો ઉઠવા પામી છે.

દ્વારકા પોસ્ટ ઓફિસમાં પાસબુક, પે સ્લીપ વગેરે સ્ટેશનરીની પણ લાંબા સમયથી અછત જોવા મળે છે. પાસબુકમાં એન્ટ્રીમાં પણ ગ્રાહકોને મુશ્કેલી પડવાની ફરિયાદો ઉઠી છે. લાઈટ જતી રહે ત્યારે જનરેટરનો ઉપયોગ કરવાનો થતો હોય છે પણ ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે. પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો માટે બેસવાના બાંકડા, પંખા, ઈત્યાદિ પણ ખૂબ જૂના હોય સિનિયર સિટીઝનને ધીમી કામગીરીને કારણે લાંબો સમય બેસી રહેવુું પડતું હોય ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત એટીએમ પણ અવારનવાર બંધ હોવાની ફરિયાદો ઉઠી છે.

દ્વારકા આસપાસના ગ્રામીણ વિસ્તારના બીઓની કામગીરી પણ અહી જ થતી હોય કામગીરીનું ભારણ વધુ રહે છે. દ્વારકાની સરખામણીએ ઓખા તેમજ મીઠાપુરમાં સ્ટાફ વધુ અને કામગીરી ઓછી છે. જ્યારે દ્વારકામાં તેથી ઉલટી ગંગા વહી રહી હોય તેવો ઘાટ જોવા મળતો હોય, ઉચ્ચ અધિકારીઓ પણ દ્વારકા કેન્દ્ર પ્રત્યે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh