Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક : મિલકત ધારકો માટે વ્યાજમાફીની સ્કીમ ફરી શરૃઃ ૩૧ જુલાઈ સુધી અમલ
જામનગર તા. ૧રઃ ગઈકાલે સાંજે જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટીમાં શ્રાવણી મેળો યોજવા, વ્યાજની તારીખની યોજનાનો લાભ પુનઃ આપવાના નિર્ણયો લેવાયા હતા અને વિવિધ વિકાસ કામો માટે રૂ. ૧૪.૧૭ કરોડના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળી હતી.
જામનગર મહાનગપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ગઇકાલે મળેલી બેઠક મા કુલ રૂ. ૧૪ કરોડ ૧૭ લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવા આવી હતી.જ્યારે આગામી શ્રાવણી મેળો નદી નાં પટ મા અને પ્રદર્શન મેદાન મા યોજવાનો અધ્યક્ષ સ્થાને થી રજૂ થયેલ દરખાસ્ત અન્વયે નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઈ સાંજે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૮ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઈચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહયા હતાં.
રણમલ તળાવ ગેઇટ નં. ૩ થી ૬ માં ડેમેજ થયેલ દીવાલો ને ડીમોલીશન કરી નવી આર.સી.સી. વોલ બનાવવાના કામ માટે રૂ. ૧.૬૬ કરોડ મંજુર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગર સેવા સદન-૧ ના હૈયાત બિલ્ડીંગ ઉપર ત્રીજો માળ બનાવવાના કામ અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂ. ૧ કરોડ મંજુર કરવામાં આવ્યાં હતાં.
સીલેકશન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ વર્ક શોપ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૯૯.૯૮ લાખ , અને સીલેક્શન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ પબ્લીક અવેરનેસ એકટીવીટી એક્ઝીબશન ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૯૯.૯૭ લાખ અને સીલેક્શન ઓફ એજન્સી ફોર એરેન્જમેન્ટ ઓફ સેમિનાર ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ બાય જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટ જામનગર ગુજરાત અંગે કમિશ્નરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૯૯.૯૯ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના સને ૨૦૨૪-૨૫ ના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂ. ૫ લાખ , આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના સને ૨૦૨૪-૨૫ નાં વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અંગે રૂ. ૫ લાખ , આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ માટે વાર્ષિક રૂ. ૫ લાખ મંજુર, આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સીવીલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસ ના કામ માટે વાર્ષિક રૂ. ૫ લાખ , સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે વાર્ષિક ખર્ચ રૂ. ૭.૫૦ લાખ મંજુર , સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે વાર્ષિક રૂ. ૭.૫૦ લાખ મંજુરનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. ૫ પંચવટી સોસાયટીમાં સી.સી. રોડનું કામ , વોર્ડ નં. ૫ માં પાર્ક કોલોની જયંત એપાર્ટમેન્ટવાળી શેરીમાં અને કુમાર હેરઆર્ટવાળી શેરીમાં સી.સી. બ્લોકના કામમાં દરખાસ્તની વિગતે સ્થળ ફેરફાર મંજુર કરાયું હતું.
વોર્ડ નં. ૨ માં પુનિતનગર, બાપા સીતારામની મઢુલી પાસે રાંદલનગર, કે.પી. શાહની વાડી તથા રામેશ્વરનગર પાઈપ ગટર બનાવવા કામ અંગે રૂ. ૧૫ લાખ , આઉટ ગ્રોથ એરિયાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧૬ આર્શીવાદદીપ સોસાયટી પાસેના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-૨) ના કામ માટે રૂ. ૪૩.૯૪ લાખ , વોર્ડ નં. ૧૬ આર્શીવાદદીપ સોસાયટી પાસેના પુલીયાથી જામનગર રોડ સુધી સી.સી. રોડ (ભાગ-૧) ના કામ માટે રૂ. ૨૧.૫૯ લાખ નાં ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું.
સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે રૂ. ૫ લાખ, અમૃત ૨.૦ યોજનાની ગ્રાન્ટ હેઠળ જામનગર શહેરમાં વોર્ડ નં. ૧૫ માં આવેલ રે.સ. નં. ૧૩૦૨ પૈકીની જગ્યામાં ૪.૭૨ એમ.એલ.ડી. લીફટીંગ પમ્પીંગ સ્ટેશન અને મેઈન્ટેનન્સના કામ અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂ. ૫.૪૧ કરોડ , અમૃત ૨.૦ યોજનાની ગ્રાંટ તેમજ અન્ય સરકારી યોજના હેઠળ ચાલતા જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ ગટરના કામોની તમામ કામગીરી માટે સર્વે, ડીઝાઈન, ડીપીઆર અને ડીટીપી તૈયાર કરવા તેમજ સુપરવીઝન વગેરે સાથે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સ્લટન્ટ (પીએમસી) ના કામ અંગે જીયુડીએમ દ્વારા ફાઈનલાઈઝ થયેલ કન્સ્લટન્સી ફી પ્રોજેક્ટ કોસ્ટ અનુસાર ચૂકવવાનું મંજૂર કરવામાં આવ્યું હતું.
પ્રણામી ટાઉનશીપ-૩, ધનઅપૂર્વ સોસાયટી, ફીયોનીકા સોસાયટી, વેલનાથ કોળીનો દંગો, સાંઇરામ પાર્ક, કૈલાશ ધામ, જયંતમીલથી ગઢવાળી સ્કૂલ, માધપુર ભુંગા રજાકભાઈના ઘરની પાછળ, મોરકંડા રોડ ગોલ્ડન રેસીડેન્સી, નુરબાગ-૧ અને ૨ તથા યોગીધામ વિસ્તારોમાં પ્રોવાઈડીંગ, સપ્લાઇંગ, લોવરીંગ, લેઈગ, ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ ૧૦૦ એમ.એમ. ડાયાથી ૨૦૦ એમ.એમ. ડાયા ના ડી.આઇ. કે-૭ પાઇપ લાઈનના કામ અંગે રૂ. ૧.૩૩ કરોડ , હરીયા કોલેજ રોડ સાંઢીયા પુલ જામનગરના રે.સ.નં. ૧૩૫૦ થી કનસુમરા ગામ રે.સ. નં. ૯ સુધીના ૧૮ મી. પહોળા રેલ્વે ટ્રેકને સમાંતર ડી.પી. રોડની અમલવારી અંગે વિકાસ યોજના મુજબ લાઇન દોરી નક્કી કરવા અંગે કમિશ્નરની રજુ થયેલ દર ખાસ્ત નો સૈદ્ધાંતિક સ્વીકાર કરી લાઈન દોરી નકકી કરવાનું મંજુર કરાયું હતું.
મહાનગર સેવા સદનની માલ મિલકતોનું રક્ષણ પૂરૃં પાડવા સેવા આપતી એજન્સીની સેવાઓ માટે રૂ. ૨૦.૦૬ લાખ ,.સ્ટેજ-મંડપના કામ અંગે વાર્ષિક રૂ. ૩૦.૭૫ લાખ નું ખર્ચ અને બેનર બનાવવાના કામ અંગે વાર્ષિક રૂ. ૫.૬૦ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું વેટરનીટી ડોકટરની જગ્યા ઉપર કોન્ટ્રાકટબેઇઝથી નિમણૂક આપવા અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે ૧૧ માસ માટે નવી નિમણૂક આપવાનું મંજુર કરાયું હતું.
જામનગર ઔધોગિક વસાહત-૨ અને ૩ તથા રેસીડન્ટ ઝોનના ઉદ્યોગકારોને વ્યાજમાફીની સ્કીમ આપવા અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે તા. ૧૫-૦૭-૨૦૨૪ થી તા. ૩૧-૦૭-૨૦૨૪ સુધી જામનગર શહેરની હદમાં સમાવિષ્ટ તમામ કેટેગરીના મિલ્કત ધારકો ને વ્યાજ માફી આપવાનું મંજુર રખવામા આવ્યું હતું.
આ ઉપરાંત અધ્યક્ષસ્થાને થી દરખાસ્ત રજૂ થઈ હતી જેમાં ડે. સેક્રેટરી અને ઇચા. સેક્રેટરી અશોકભાઈ પરમારનાં રાજીનામાનો સ્વીકાર કરી મંજુર કરવામાં આવે છે. અને બહાલી આપવામાં આવે છે અને ડે. સેક્રેટરી હિતેનભાઇ બુદ્ધભટ્ટી ને આપવામાં આવેલ ચાર્જને બહાલી આપવામાં આવે છે.
અન્ય દરખાસ્તમાં શ્રાવણી મેળો પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતી/નાગમતી નદીના પટમાં તા. ૨૦-૦૮-૨૦૨૪ (શ્રાવણ વદ-૧) થી તા. ૦૩-૦૯-૨૦૨૪ (શ્રાવણ વદ અમાસ) સુધી આયોજન કરવાની નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ આ બેઠકમાં કુલ રૂ. ૧૪ કરોડ ૧૭ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial