Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અને ધ્રોલ તાલુકાના બાગાયતી ખેતી કરતા માટે તાલીમ સત્રનું આયોજન

તાલીમ સત્રમાં ૧૬૦ જેટલા ખેડૂતોએ લાભ લીધોઃ

જામનગર તા. ૧૨: બાગાયત નિયામકની કચેરી, રાજ્ય સરકાર, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં 'ગ્રો મોર ફ્રૂટ ક્રોપ' કેમ્પઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાયબ બાગાયત નિયામક એ.એમ. દેત્રોજા, જામનગરના માર્ગદર્શન તળે ધ્રોલ અને જામનગર તાલુકાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ સત્રમાં બંને તાલુકામાંથી ૧૬૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતાં. તાલીમ સત્રમાં ગાંધીનગરથી બાગાયત નિયામક સી.એમ. પટેલે ઓનલાઈન કોન્ફરન્સના માધ્યમથી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતાં. પાકોની ખેતી, ફળપાકના વાવેતર અને રાજ્ય સરકારના ગ્રો મોર ફ્રૂટ કોપ કેમ્પઈનની સરળ ભાષામાં ખેડૂતોની માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ સત્રમાં બાગાયત અધિકારી વી.એચ. નકુમ,ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી પ્રતિક બારોટ, આત્મા પ્રોજેકટના અધિકારી અને ગ્રામસેવકો હાજર રહ્યા હતાં. તેમ નાયબ બાગાયત નિયામક, જામનગરની યાદીમાં  જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh